________________
[૧૪] રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારે
શ્રી દુલેરાય માટલિયા રાજકીય ક્ષેત્રનાં ક્રાંતિકારો વિષે વિચારતાં પહેલાં, રાજકીય ક્ષેત્રની શરૂઆત કયારે થઈ, એ વિચારી લેવું જોઈએ. કુદરતી સાધન વડે આજીવિકા પૂરી થતી ન હતી, સાધનોની ખેંચના કારણે લડાઈ થતી. હતી, ત્યારે માણસને સાધનરક્ષા (મિલકતરક્ષા) આજીવિકારક્ષા અને પ્રાણુરક્ષાની જરૂર પડી. આક્રમણ કરનારની સામે એ બધાં કારણસર જમ્બર સાધને રાખવાની જરૂર પડી, આ કામ એકલ દોકલ વ્યકિતનું ન હતું એટલે સામુદાયિક રક્ષા અને ન્યાય માટે રાજ્ય ઊભું કરાયું. લડાઈ સામે લડાઈ શસ્ત્ર સામે શસ્ત્ર, દમન સામે દમનની ક્રિયાઓ ચાલી. અહીં તેને ઈતિહાસ વિચારવાનું નથી પણ બળ સામે બળ અને છળ સામે છળ વાપરવાની ક્રિયામાં ફેરફાર કરી પિતાનાં પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ સુદ્ધાં હેમી જેમણે એ રાજ્યપધ્ધતિનાં મૂલ્યમાં પરિવર્તન કર્યું અગર તે ન્યાય અને અહિંસક પદ્ધતિથી એ રાજ્ય પરિવર્તન કરાવ્યું; તેવા રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારો વિષે વિચાર કરવાનું છે.
પુરાણ કાળ સર્વ પ્રથમ પુરાણ કાળ ઉપર આવીએ.
દધીચિ: જ્યારે દેવે પાસે એશ્વર્યા અને રાજ્ય સંપત્તિ આવી ત્યારે અસુરોને અદેખાઈ થઈ કે આ લોકો માત્ર શસ્ત્રોના કારણે બળશાળી બનીને ઐશ્વર્ય અને ભોગવિલાસમાં વધી જાય છે. તેથી અસુરોએ સંગઠિત થઈને દેવેને હરાવ્યા. દેવેની હારનું એક કારણ એ પણ હતું કે અગાઉની જેમ તે લોકોમાં તિતિક્ષા, ત્યાગ અને કષ્ટ સહેવાની શકિત રહી ન હતી. તે વખતે દધીચિ ઋષિએ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com