________________
૧૭૬
પણ, તેના કારણે શહેરાનાં સ્વછંદતા અને વિલાસ વધ્યા. શહેરનું આકર્ષણ વધ્યું પરિણામે ગામડાં પડી ભાગ્યાં. એટલે અર્થતંત્રની કેડ ગામડાં તૂટી જતાં આજનું અર્થતંત્ર વિષમ બની ગયું છે. ત્યારે આજના આર્થિક ક્રાંતિકારોએ સાચા અર્થતંત્ર રૂપે ગામડાંને અને ગ્રામ-સંસ્કૃતિને મોખરે લાવવાના રહેશે.”
શ્રી બળવંતભાઈ : “આર્થિક ક્ષેત્રે આજે આખા વિશ્વને સામે રાખવું પડશે. તે માટે ગામડાનું અનુસંધાન વિશ્વ સાથે કરવું પડશે. એટલે કે દુનિયાના બજારોને ભારતનાં સંસ્કૃતિ ધામસભા ગામડાની તરફેણમાં વાળવા પડશે. આજે તે એવો સમય છે કે અમેરિકન કોફી વધી પડી તો દરિયામાં બે ત્રણ લાખ રતલ ઠાલવી દીધી; પણ ભાવને જાળવી રાખ્યો. લોકોની જરૂરની વસ્તુઓને પણ ઉચે ભાવ ટકાવી રાખવાની વૃત્તિના કારણે અર્થતંત્રના પાયામાં નૈતિક્તા નથી; સ્વાર્થ જ છે.
એટલેજ ભાલ નળકાંઠો પ્રયોગમાં નૈતિક ભાવની વાત આકર્ષે છે. બીજુ એ કે યંત્રશક્તિ, માનવશકિત કે પશુશક્તિને યોગ્ય સમન્વય ન થાય તે બેકાર થયેલાં માનવે ઉધે રસ્તે ચડી જાય. તેવી જ રીતે વધુ કમાનાર તેને બીજા માટે ઉપયોગ કરતાં ન જાણે છે તે પણ વિલાસમાં ઊતરી જાય અને સંઘર્ષ ચાલુ રહે.” - શ્રી, શ્રોફ : “મારા નમ્ર મત પ્રમાણે પ્રથમ તે ગામડાં અને શહેરનાં શ્રમજીવીઓને બધું જ અર્થતંત્ર સુપ્રત કરવું પડશે. જો કે નીતિ ન્યાયની વાતને અંકુશ તે જોઈશે જ. આ બધી વાતો તે બાલનળકાંઠા-પ્રવેગમાં પ્રથમથી છે જ. કદાચ સત્તાવાદી, શાસન પક્ષના માણસ કે શહેરનાં મૂડીવાદીઓ એવી દલીલ પેદા કરશે કે તમે અધિકાર મેળવે પછી આર્થિક સામાજિક ક્ષેત્રો ગામડાં અને કસબાના શ્રમજીવીઓને સંપીએ. આવી દલીલ બ્રિટીશ સરકાર પણ સ્વરાજ્ય ન આપવા અંગે કરતી હતી. પણ આર્થિક ક્ષેત્રની સમતા માટે અર્થતંત્ર શ્રમિક અને ગામડાના હાથે સોંપાય એજ યોગ્ય છે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com