________________
૧૭૫
આ રીતે દુનિયાની અર્થક્રાંતિ માટે અનેક પૂર્ણ ક્રાંતિકાર કે અર્ધ-ક્રાંતિકારોએ આર્થિક ક્ષેત્રમાં પિતાનો ફાળો આપે છે. તેની તારવણું અર્થક્રાંતિકારના લક્ષણ પ્રમાણે આપણે પોતે જ કરવી પડશે.
ચર્ચા-વિચારણા શ્રીપૂંજાભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “ કોઈપણ ક્રાંતિના પ્રારંભની જેમ આર્થિક ક્રાંતિનો પ્રારંભ પણ વ્યક્તિથી થયો હશે અને પાયામાં અનેકની તૈયારીઓ હશે. આર્થિક ક્રાંતિનો પ્રારંભ એક ચીજ લેવી અને બીજી ચીજ આપવી તેમાંથી થયે હો જોઈએ. સર્વપ્રથમ બદામ” વિનિમય મુદ્રા તરીકે વપરાતી હશે–તેના ઉપરથી “દામ” એટલે પૈસે આવ્યા લાગે છે. બદામ પછી કોડી, તાંબિયા દેકડે; અને અંતે રૂપા–સેનાનાં સિક્કાઓ અને અંતે કાગળની હુંડી જેવી ચલણનેટ એ પણ એક પ્રકારની અર્થ-પરિવર્તનની ક્રિયા જ ગણાય. બીજી તરફ દ્રવ્ય-સામાન તરીકે કૃષિ, પશુપાલન અને ઉદ્યોગમાં ક્રમિક વિકાસ થયો છે.
યંત્રોનું પણ એવું હશે. પ્રથમ સાંબેલા વડે ધાન્ય કુટવાનું થયું હશે; પછી ઘંટી આવી અને હવે વિજળીથી સ્વયંચાલિત ઘંટીઓ ચાલે છે. યંત્રોએ પ્રારંભમાં માણસને કંઇક શારીરિક રાહતો આપી હશે, પણ પછી તે તે શેષણખોરીનું સાધન બનતું ગયું.
મને ખ્યાલ છે કે અગાઉ પરદેશીઓ પિતાના યંત્રે લાંબા હપ્તાના કર્જ ઉપર આપતા. ત્યારે કેટલાક લોકો માલેતુજાર બન્યા, કેટલાક બુદ્ધિજીવીઓએ અહીં પણ યંત્રોનું નિર્માણ કર્યું. હિદમાં ઉગેના વિકાસ માટે ટાટા, બિરસા, બજાજ, ડાલમિયા, સાહુ-જૈન વગેરેના નામે વિશેષ ઉલ્લેખનીય છે. તેમનાં સંતાનોએ પણ ઉગો તરફ મૂકાવ્યું. અંબાલાલ સારાભાઈના વારસદારો મીલ-ઉગમાં પારંગત થયા. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com