________________
૧૭૪
ઉપર માકના “કેપિટલ” નામની પડીની સારી અસર થયેલી. તેણે માકર્સની સલાહ પ્રમાણે સહકારી પદ્ધતિએ ચલાવવા માટે પિતાની મીલ, મજૂરોને સંપી દીધી. એ બન્નેએ મળીને અર્થશાસ્ત્રનાં આશ્ચર્ય પમાડે તેવા સિદ્ધાંત નવા સ્વરૂપે જગત આગળ રજૂ કર્યા. તેમણે “કોમ્યુનિટ મેન્યુફેસ્ટ” સામ્યવાનું જાહેરનામું બહાર પાડયું જેમાંથી સાસ્વાદે જન્મ લીધો.
સાસ્વાદમાં કેટલાક ગુણો હતા તે કેટલાક દેષો પણ આવ્યા. માણસની સ્વતંત્ર ચેતનાને અવકાશ નથી. વ્યક્તિના, વાણીના અને વિચારના સ્વાતંત્રયને ફુધનાનું તેમજ હિંસા વડે સત્તા મેળવવાનું તત્વ સામ્યવાદમાં દાખલ થયું. પરિણામે મજૂરસરમુખત્યારશાહી તે આવી, પણ વર્ગસંઘર્ષો જમ્યા, વર્ગસંઘર્ષથી શાંતિ આવતી નથી.
એને દૂર કરવા માટે ઈંગ્લાંડના “લે કેઈસે એક નવું આંદોલન ઊભું કર્યું. તેણે એ વાત કરી કે પૈસાદાર લોકો શ્રમિકોને મહેનતાણું પૂરેપૂરું આપે, જેથી તે લોકોમાં અસંતોષ ન જાગે અને તેમનું જીવન ધોરણ ઊંચું બની શકે. અવિકસિત પ્રજાને ખીલવીને વર્ગ સમન્વય કરવાથી જ વિશ્વશાંતિ થઈ શકશે, એવી તેની માન્યતા હતી. આ ઝુંબેશની એક નવી હવા ઈગ્લાંડમાં ફેલાઈ તેને અનુકૂળ અને પિષક યોજના અમેરિકાના પ્રેસિડૅટ રૂઝવેલ્ટે ઘડી કાઢી. ન્યુડીલ નામના પત્ર વડે તેણે આ વિચારોને પ્રચાર કર્યો. શ્રમજીવીઓને પિષનારી મૂડીવાદી જનાથી સામ્યવાદનું ઝેર શાંત કરવાની પ્રક્રિયા ચાલુ કરી. આજે અણુવિકસિત રાજ્યના વિકાસ માટે ઘણું દેશો કાર્ય કરી રહ્યા છે, જેમાં અમેરિકા, કેનેડા, જાપાન, બ્રિટન અને ઍરટ્રેલિયાને ઉલ્લેખ કરી શકાય છે.
આ તરફ રશિયાએ ઉપરા ઉપરી પંચવર્ષિય યોજનાઓ ઘડી અને પાર પાડીને જગતને આશ્ચર્યમાં નાખી દીધું છે. પિતાના પ્રચાર માટે તે પણ બીજા રાષ્ટ્રની જેમ અણવિકસિત દેશેને સહાયતા કરી રહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com