________________
૧૬૯
વિકસાવ્યો હતો. તે શ્રીમંત હોવા છતાં અપારંભી અને લોકોપયોગી ધંધા કરવા તરફ વળે અને તેણે એક સુંદર આદર્શ રજૂ કર્યો કે આર્થિક ક્ષેત્રે કોઈપણ ધંધે નાનું નથી પણ પ્રમાણિકપણે બધા ધંધા સારા અને શ્રેષ્ઠ છે. પૂણિ શ્રાવક
એવી જ રીતે જીવનમાં જરૂર પૂરતું જ કમાવવું અને અત્યંત ન્યાયનીતિ તેમજ ઓછા આરંભે વેપાર કરવા માટે ભગવાન મહાવીરના પૂણિયા શ્રાવકને આર્થિક ક્રાંતિકાર તરીકે ગણાવી શકાય. તેણે અ૫ારંભ અને અલ્પપરિગ્રહથી ન્યાયનીતિપૂર્વકની આજીવિકા અને આર્થિક સમતાને એક આદર્શ સમાજ આગળ મૂક હતો. સ્વશ્રમની તેણે મહત્તા સ્થાપી હતી; કારણ કે તે માનતો હતો કે પરિશ્રમથી કોઈને હક છીનવાઈ જાય છે. તેણે સ્વૈચ્છિક ગરીબીને સ્વીકાર કર્યો હતો.
તેની સામાયિકનું (આર્થિક દ્રષ્ટિએ આધ્યાત્મિક સમતા) મૂલ્ય બહુ ઊંચું હતું. સામાયિકની શુદ્ધતા માટે તેની ન્યાયનીતિ પણ વખણાય છે. એને જીવનના કેટલાક પ્રેરક પ્રસંગે ખરેખર હૃદયને હચમચાવી મૂકે તેવા છે.
એક મહાત્માએ પૂણિયાની ગરીબી જોઈ તેના લોઢાના તવાને પારસમણિ અડાડી સેનાને કરી મૂક્યો. આ જોઈ પૂણિયાએ પિતાની પત્નીને કહ્યું કે “તે આપણે નથી માટે એને દાટી દે !”
પત્નીએ દાટી દીધે. તવા વગર રોટલી કેમ થાય? પતિ-પત્ની બન્નેને ત્રણ દિવસના ઉપવાસ થયા. ને કમાણીની બચતમાંથી નવો તો આવ્યો ત્યારે બન્નેએ ખાધું. પેલા મહાત્માને બધી વાતની ખબર પડતાં દુ:ખ થયું. તેમણે જઇને પૂણિયાની ક્ષમા માંગી.
એક બીજો પ્રસંગ છે. ' પુણિય સામાયિકમાં બેઠો હતો પણ તેનું મન એકાગ્ર થતું નહતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com