________________
૧૭૦
તેણે બહુ જ આંતનિરીક્ષણ કર્યું પણ તેને કઈ દોષ જો નહીં. સામાયિક પૂરી થતાં તેણે પત્નીને તે વાત કહી, પત્નીએ યાદ કરીને કહ્યું : “એક છાણ ઉપર અંગાર બાજુમાંથી લાવી હતી. પણ, છાણું પાછું નથી આપ્યું.”
“એટલે જ મન અશાંત હતું! દેવી; તું એને જઈને પાછું આપી આવ!” પૂણિયાએ કહ્યું. ત્યારબાદ તેની ચિત્ત શાંતિ થઈ
આ બેય પ્રસંગે અર્થક્ષેત્રમાં ન્યાયનીતિના પ્રેરક છે. ચાણક્ય
ત્યારબાદ ભારતના અર્થશાસ્ત્રને સુવ્યવસ્થિત કરનાર ચાણકયને લઈ શકીએ છીએ. તેણે નીતિ-ધર્મની દૃષ્ટિએ ભારતની અર્થ-વિકાસ પધ્ધતિને ગોઠવી હતી. તે ચંદ્રગુપ્તના મંત્રી હોવા છતાં અત્યંત સાદાઈથી પિતાની કટિયામાં રહેતા હતા. તેમણે “કૌટિલીય અર્થશાસ્ત્ર” “ચાણક્ય નીતિસૂત્ર” અને “ચાણક્ય નીતિ દર્પણ” જેવા ગ્રંથો લખ્યા છે. તેમણે સર્વપ્રથમ રાજય વડે અર્થવિકાસ-વ્યવસ્થા દાખલ કરી હતી, બદલામાં રાજ્યની જવાબદારી પણ બતાવી હતી. ચંદ્રગુપ્તના જમાનામાં ઘરે ખુલ્લાં રહેતાં અને ચોરી ન થતી તેમજ રાજયનો ધન ભંડાર ભરપૂર હતો અને રાજય સમૃદ્ધ હતું એ તેની સફળતા રૂપે ગણાવી શકાય.
આજના કેટલાક ભારતીય આર્થિક ક્રાંતિકાર
આજના ભારતના આર્થિક તંત્રને સુદઢ બનાવવામાં ઘણી વ્યક્તિને ફાળો છે. ઔદ્યોગિક ક્રાંતિના પુરસ્કર્તા દાદાભાઈ નવરેજ અને જમશેદજી ટાટાનું નામ પ્રસિદ્ધ છે. એમણે ભારતની ગરીબીનાં દર્શન કર્યા. ગરીબી દૂર કરવા માટે ઉદ્યોગ-ધંધાઓ સ્થાપ્યા. ટાટાએ ખાણ વડે ખનિજ સંપત્તિ કાઢી દેશમાં ઉગ ધંધા વધારીને ભારતને સમૃદ્ધ કરવાની પ્રેરણું આપી. દાદાભાઈ નવરોજજીએ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ની સ્થાપના અને વિકાસમાં મટે ફાળો આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com