________________
તે ઉપરાંત ભાવનલકાંઠાના સુરાભાઈ ભરવાડનું નામ પણ ઉલ્લેખનીય છે. તેમણે પાઘડી ઉતારીને ટોપી પહેરી દીકરીઓને ભણવી. સમાજમાં વિરોધ થયે છતાં માતાનું કારજ ન કર્યું. તેમણે અનુબંધ વિચારધારા પ્રમાણે, ખેતી, ગોપાલન અને માનવસેવા એમ એકેએક ક્ષેત્રે પરિવર્તન આણ્યું.
આવા નાના મોટા કેટલાયે સમાજ ક્ષેત્રની ક્રાંતિની દિશામાં જનારા તેમજ અન્ય ક્ષેત્રે ક્રાંતિ કરનારાઓને સાંકળી લેવા જોઈએ.
પૂ. દંડી સ્વામી : “મૃતિઓ તે એક સાડત્રીસ ગણવામાં આવે છે. તેમાં મનુ, ગૌતમ, શંખ અને પારાશર એ ચારની સ્મૃતિઓને યુગસ્મૃતિ ગણવામાં આવે છે. મનુ ભગવાને બારમા અધ્યાયમાં ક્રાંતિને મસાલો આપે છે. તે ઉપરાંત તેમણે દરેક અંગની છણાવટ કરી છે ઉપરાંત શાસ્ત્રની એટલે કે અનુભવી પુરૂષની વાણી સાથે શુદ્ધ વિવેક બુદ્ધિ વગેરે રાખવાનું કહ્યું છે. જેથી સાતત્ય રક્ષા સાથે પરિવર્તન શીલતાનો લાભ મળે. મનુસ્મૃતિમાં કેટલોક ભાગ ત્યાં જપ અને પ્રક્ષિપ્ત (પાછળથી બીજાને ઉમેરેલો) લાગે છે જેમકે સ્ત્રીને સ્વતંત્રતા થવાની નથી અને કયાંક માંસાહારનાં વિધાને... તે છતાં તે કાળે તેમણે સર્વાગી ક્રાંતિ કરી એટલે તેમને સર્વાગી ક્રાંતિકાર તરીકે ગણાવ્યા છે.
મનુસ્મૃતિ જ્યારે સતયુગની સ્મૃતિ ગણાય છે તો પારાશરસ્મૃતિ કળિયુગની ગણાય છે. ત્યાં તેમણે સ્ત્રીઓને સ્વતંત્રતતા આપી છે અને પાંચ પ્રકારે સ્ત્રીને પુનર્લગ્ન કરવાની છૂટ આપી છે. એવો ઉલ્લેખ નારદ મનુસ્મૃતિમાંથી પણ નીકળે છે એટલે તે બરાબર ઠરે છે.
યાજ્ઞવાક્યને પણ સામાજિક ક્રાંતિકારની દિશામાં લીધા તે યોગ્ય છે. કહેવાય છે કે તેમની સભામાં ગાર્ગી નિર્વસના થઈને આવ્યા. બધા ઋષિએ શરમાઈ ગયા કે વિકારી થયા પણ યાજ્ઞવાલય સંસારી થઇને પણ નિર્વિકારી રહ્યા અને તેમના બધા પ્રશ્નોને જવાબ વાળ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com