________________
ઉપર સમાજે ઘણું આક્ષેપ કર્યા હતા છતાં તેમણે નીડરતાથી એ બધું સહ્યું હતું; અને જૂની પરિપાટી ના રીઢા ચીલાની સામે તેઓ ઝઝૂમ્યા હતા.
આમ સામાજિક ક્ષેત્રે ક્રાંતિકારની પરંપરા હિદમાં તે ચાલતી જ રહી છે. ઘણું સમાજ સુધારકે થયા. તેમણે હિંસક સાધને અપનાવ્યાં હતાં. એટલે તેવાને જ સમાવેશ સામાજિક ક્રાંતિકારમાં થઈ શકે જેમનામાં ઉપલા છ લક્ષણે હેય છે.
ચર્ચા-વિચારણું શ્રી પંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “મારા મને શ્રી રવિશંકર મહારાજ અને પરીક્ષિતલાલ મજુમદારને પણ સામાજિક ક્રાંતિકારી માની શકાય.
શ્રી મહારાજે બાયા જેવી પછાત, ક્રર, હિંસક અને માંસાહારી કેમમાં જે માનવતાનાં દીવડાં પ્રગટાવ્યા છે, તે સુપષ્ટ છે. એક બ્રાહ્મણ આવા કામમાં ઉતરે તે તેમની કેટલી બધી ટીકા થાય ? તેમણે કન્યાના લગ્ન વખતે પણ સાદાઈથી વર્તી કહ્યું : “માયરામાં હસ્તમેળાપ એ જ લગ્નનો મૂળ સંસ્કાર છે!” બનાસકાંઠા અને ભાલનલકાંઠા જેવા નપાણીયા પ્રદેશના લોકો વચ્ચે ત્યાંના સમાજને કુટુંબ ગણીને કામ કર્યું. પિતાના દીકરાઓને ધારત તે પરદેશ મેકલી શકત પણ તેમણે એમને સુધારી વ.નું જ્ઞાન અપાવ્યું.
એવી જ રીતે પરીક્ષિતલાલ મઝુમદાર જાતના નાગર હોવા છતાં હરિજનોના અદના સેવક બન્યા અને અનેક પાછળ પડી ગયેલા કેના હિતચિંતક બન્યા. હરિજન સેવકનું કામ તેમણે ઘણું મુશ્કેલી વચ્ચે પણ ટકાવી રાખ્યું છે. તેઓ કેટલીયે અગવડ વચ્ચે એ પછાત વર્ગના ભાઈ-બહેનોને સંસ્કારી બનાવવાનું કાર્ય ચાલુ જ રાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com