________________
૧૫૭
–ભગવાન કૃષ્ણ ગાયેલ ગીતા જ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. શ્રીકૃષ્ણ જ મુખ્ય દેવ છે. તેમના નામનું સ્મરણ એ જ મુખ્ય મંત્ર છે અને તેમની ઉપાસના કરવી એ જ મુખ્ય કર્મ છે.
તેમના નિર્ણયને સભાએ વધાવી લીધું. ત્યાર બાદ તેમણે કૃષ્ણ ભક્તિ વડે લેક-આચારને પવિત્ર કરવાને પ્રચાર કર્યો. હજુ પણ વૈદિક સમાજમાં વ્યસન, માંસાહાર તથા ગંદકીના ખોટા સંસ્કારો હતા; તેને બદલવા માટે એમણે વૈષ્ણવ બનાવ્યા. આંતર અને બાહ્ય શુદ્ધિ ઉપર ભાર આપે.
તેમણે વિજયનગરમના રાજા કૃષ્ણરાવ દેવના આગ્રહથી એક સભામાં મધ્યસ્થી બનવાનું સ્વીકાર્યું. તેમના નિર્ણયથી રાજા એટલો પ્રસન્ન થયો કે તેમનો સ્વણુભિષેક કર્યો અને તે તેનું તેમને દાનમાં આપવા લાગ્યો. તેમણે સ્નાનજલવત એને સ્વીકાર કરી, બ્રાહ્મણે અને પંડિતમાં બધું વહેંચી દીધું. તેમણે કૃષ્ણરાવદેવને સ્વધર્મ, રાજ્યધર્મ અને સેવાધર્મને બે ત્રણ ગ્લૅકે વડે કરાવ્યું.
આમ તેમણે બ્રાહ્મણે અને ક્ષત્રિય બનેને કર્તવ્યની પ્રેરણા આપી હતી. સાથે ચારેય વણેને અહિંસા, શૌચ તેમજ વ્યસન-ત્યાગના સંસ્કારો આપ્યા હતા. વૈષ્ણવ સંપ્રદાય વડે તેમણે આ કામ કર્યું હતું. તે વખતના મહંતા વૈભવ-વિલાસમાં પડી ગયા હતા. દેવના નામે મળતી વસ્તુ પોતાના ભાગ માટે વાપરતા, પણ સમાજ હિત માટે નહાતા ખર્ચતા. તેમણે આ અંગે બહુ જ પ્રેરક જીવંત દાખલો લકોને દેખાડ્યો હતો.
એકવાર એક મરવા પડેલો અજગર રસ્તાની બાજુમાં પડ્યો હતો. વલ્લભાચાર્ય પોતાના શિષ્યો સાથે ત્યાંથી પસાર થયા. તેને અનેક કીડીઓ કોતરતી હતી. અજગર છટપટાતો હતો. દયાર્દ થઈને આચાર્યું તેના ઉપર જળ છાંટયું અને કંઈક ઉદાસીન થઈ ગયા. તે વખતે તેમના એક શિષ્ય પૂછયું : “આપ આમ કેમ ઉદાસીન થઈ ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com