________________
૧૫૬
' –પતિ નાસી ગયો હોય અથવા (ગુમ થઈ ગયો હોય) મરી ગયો હૈય, દીક્ષા લઈ લીધી હોય. લંપટપતિત થઈ ગયો હોય, નપુંસક થઈ ગયો હોય. આ પાંચ કારણેથી સ્ત્રીઓને બીજો પતિ કરવાનું વિધાન છે. તે વખતે પુરૂષો નજીવા કારણસર કે શોખ ખાતર અનેક પત્ની કરતા, પણ સ્ત્રીઓને તે હક્ક ન હતો. એ દષ્ટિએ તેમના આ વિચારોએ રૂઢિચુસ્ત સમાજમાં ભયંકર વંટોળ પેદા કર્યો હશે, પણ સ્ત્રીઓની સ્વતંત્રતા અને અધિકારનું એ નવું મૂલ્ય હતું અને આજે પણ કાયદામાં તેમની આ વાતને માન્ય રાખવામાં આવી છે. એટલે તે વખતને દેશકાળ જોઈ તેમણે સમાજમાં આ મૂલ્ય પરિવર્તન કર્યું. શ્રી વલ્લભાચાર્ય
ત્યારબાદ શ્રી વલ્લભાચાર્ય સામાજિક ક્રાંતિકાર તરીકે સામે આવે છે. તેઓ પુષ્ટિમાર્ગના વૈષ્ણવ આચાર્ય હતા. તેમનો જન્મ દક્ષિણ હિંદમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઈસ્લામાગારૂ હતું. તેમણે સંન્યાસ લીધે પછી જોયું કે જ્ઞાનવાદમાં લકો ચઢીને ભક્તિ અને શ્રદ્ધાનું તત્વ ભૂલતા જાય છે. શાસ્ત્રાર્થમાં જ બધાની ઈતિશ્રી થતી જઈ પણ આચરણમાં મોટું મીંડું જોયું.
તે વખતે એક રાજાની સભામાં એક પ્રસંગ બન્યા. ત્યાં ચાર પ્રશ્નો વિવાદ માટે મૂકવામાં આવ્યા હતા. (૧) મુખ્ય શાસ્ત્ર કયું? (૨) મુખ્ય દેવ કોણ? (૩) મુખ્ય મંત્ર કો? (૪) મુખ્ય કર્મ શું? અનેક પંડિતોએ ત્યાં જઈને જવાબ આપે પણ તેનાથી સંતોષ ન થયા. અંતે વલ્લભાચાર્ય ત્યાં પહોંચ્યા. રાજાએ તેમને ભાગ લેવા નિમંત્રણ આપ્યું. તેમણે ચારે ય પ્રશ્નોને નિમ્નપ્રકારે નિર્ણયાત્મક જવાબ આપે :–
एकं शास्त्रं देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव । मंत्रोऽप्येको तस्य नामानि यानि, कर्माऽप्येक तस्य देवस्य एवा॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com