________________
તમારૂં પ્રવચન ચાલે છે, તેને અમલમાં મૂકવાની મારી જવાબદારી છે. એટલે હું ધ્યાનથી સાંભળવામાં તલ્લીન છું.”
ધીમે ધીમે ત્રષિઓ પાછા આવવા લાગ્યા. કોઈ મૃગજળની માયાની જેમ તેમને મિથિલા બળતી દેખાણ હતી. ખરેખર કંઈ બન્યું ન હતું. બધા ઝંખવાઈ ગયા કારણ કે જનકરાજા ત્યાંથી ઊઠયા પણ ન હતા.
યાજ્ઞવલ્કયે બધાને પૂછયું : “તમારાં કમંડલ કોઈન કે પરિગ્રહ સલામત છે ને?”
બધાએ શરમાઈને કહ્યું : “ગુરુવર અમારી ભૂલ થઈ અમારું કંઈ બન્યું નથી.”
“તો દેડ્યા કેમ ?”
કોઈ કંઈ ન બોલ્યું. યાજ્ઞવલ્કયે કહ્યું : અને જેમની મિથિલા હતી. તે જનકરાજા અહીં જ મારા પ્રવચનમાં મસ્ત બેઠા રહ્યા. બેલે કાણુ મોટું છે?”
ઋષિઓએ કહ્યું : “ખરેખર આપ જનકરાજાને અમારા કરતાં જે વધારે માન આપે છે તે ચોગ્ય જ છે.”
આમ યાજ્ઞવલકય મુનિએ ગુણપ્રતિષ્ઠા કરી, સમાજમાં નવું મૂલ્ય સ્થાપ્યું. તેમનામાં સામાજિક ક્રાંતિકારના બીજા ગુણો તો હતા પણ સંગઠન રચી ન શકયા એટલે આપણે માનીએ છીએ કે તેઓ ક્રાંતિની દિશામાં ગયા. પારાશર મુનિ
પારાશર મુનિના જીવનચરિત્ર અંગે કશું મળતું નથી પણ તેમણે રચેલી પારાશર–સ્મૃતિ મળે છે. એમણે નારીજાતિના અન્યાયને દૂર કરવા માટે નવું મૂલ્ય સૂચવ્યું. તેને ક આ પ્રમાણે છે –
नष्टे मृते प्रवनिते, किलबे च पतिते पतौ। पंचस्वापत्सु नारीणां पतिख्यो विधीयते॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com