________________
૧૫૮
આચાર્યે કહ્યું: “વત્સ! આ અજગર પૂર્વજન્મમાં વૃંદાવનના મંદિરને એક મહંત હતો. ઘણા અનુયાયીઓ પાસેથી એણે પુષ્કળ ધન ભેટમાં મેળવ્યું હતું પણ એ પોતાના અનુયાયીઓના હિતાર્થે નહીં વાપરતા, પિતાના મોજશોખમાં વાપરતા. તેમજ તે એમને બોધ પણ નહેતે કરતો. એટલે એ મરીને અજગર થયો છે અને તેના અનુયાયીઓ કીડીઓ થઈ તેને ફોલી ખાય છે. એટલે આ મહંતોએ ચેતવું જોઈએ.”
મહતેની પરિસ્થિતિ પલટાવવા માટે આ વિચાર એમણે મૂક્યો લાગે છે અને તેનું પિતાનું નવું મૂલ્ય છે. રામાનુ9ચાર્યના શિષ્ય
રામાનુજાચાર્યે હિંદુધર્મમાં ચાલતી છૂતાછૂતની પ્રવૃત્તિને હંકારી કાઢવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો. બ્રાહ્મણપણુના અને ગાળવા તેઓ નહાવા જતી વખતે બ્રાહ્મણ શિષ્યના ખભે હાથ મૂકીને જતા અને પાછા વળતી વખતે તેઓ શુદ્ર શિષ્યના ખભે હાથ મૂકીને આવતા. પણ તેમણે વાદવિવાદ કરીને અનેક જૈન અને બૌદ્ધોને મારી નખાવવાની ભયંકર પ્રવૃત્તિ આદરી હતી એટલે તેમને કાંતિકાર તરીકે ન ગણાવી શકાય.
ત્યારબાદ તેમના શિષ્યોએ-ખાસ કરીને સ્વામી રામાનંદે ઘણી ક્રાંતિ કરી. અત્યાર સુધી ક્રિયાકાંડ, ભક્તિ મુક્તિ કેવળ બ્રાહ્મણને મળે છે એવી પરંપરાને તોડી તેમણે હલકા વર્ણના બધા વર્ણના શિષ્યો કર્યા અને વર્ણાશ્રમ વ્યવસ્થાની વિકૃતિને સુધારી. તેમણે શાસ્ત્રલેખનનું કાર્ય પણ કરાવ્યું જેથી તે વખતનું વૈષ્ણવ સાહિત્ય સુરક્ષિત રહી શકયું. સ્વામી સહજાનંદ (સ્વામી નારાયણ)
સ્વામી સહજાનંદજીએ ગુજરાતમાં જ્યારે સવર્ણ-અવર્ણના ભેદે જોરથી ચાલતા હતા તે વખતે તેમણે પછાત અને અણઘડ ગણાતી કેમેને પિતાના પંથમાં લઈ સંસ્કારી બનાવ્યા. તેમના કુસંસ્કારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com