________________
| [૧]
કાંતિકારનાં જીવને “ક્રાંતિકારોનાં જીવને” એ વિષય ઉપર, વિશ્વના ફલક ઉપર થઈ ગયેલા અલગ-અલગ વંતિકારોનાં જીવન અંગે વિચાર કરવાનો છે. એવા ક્રાંતિકારોને શા માટે લેકે સદી દર સદીએ યાદ કરે છે. એમણે સમાજના ક્યાં નવાં મૂલ્યો સ્થાપ્યાં હતાં? આ બધી બાબતોની ઊંડી વિચારણા, અલગ અલગ ક્રાંતિકારોનાં જીવન-કવન સાથે અહીં કરવાની છે.
ક્રાંતિકાર એટલે કે ક્રાંતિ કરનારએટલે સ્વાભાવિક રીતે પહેલે પ્રશ્ન એ થાય છે કે કાંતિ શું છે? એને માનવજીવન સાથે શું સંબંધ છે? સમાજમાં જે માણસ રહે છે તેને સમાજની દરેક પ્રક્રિયાને વિચાર કરવો પડે છે. સમાજ જ્યારે અનિષ્ટોમાં સબડતા હોય ત્યારે તેની શુદ્ધિ આવશ્યક બને છે. આમ જે પ્રક્રિયા સમાજમાં થાય છે તે ક્રાંતિ કહેવાય છે. આવી પ્રક્રિયા બહુ જ ઊંડું વિચારનારી સમાજસેવી વ્યક્તિ વિચારીને શરૂ કરે છે અને તે ધરમૂળથી આખી સમાજરચનાને બદલીને તેના બદલે નવાં સામાજિક મૂલ્યોને સ્થાપે છે. આના માટે સાધના જરૂરી છે, તે સાધના માટે જીવન–સમર્પણ કરવું જરૂરી છે. આ ક્રાંતિ વગર–સમાજશુદ્ધિ વગર આત્મશુદ્ધિ સર્વાગી થતી નથી એટલે આત્મશુદ્ધિ માટે પણ ક્રાંતિની એટલી જ જરૂર છે.
ક્રાંતિનું નામ સાંભળતાં વેંત જ સામાન્ય લોકોમાં હિંસક-લોહિયાળ રાજ્યક્રાંતિએને ખ્યાલ આવે છે. યુરોપમાં અને અન્ય દેશોમાં આવી ઘણી રાજ્યક્રાંતિઓ થઈ છે. પણ આ લેહિયાળ-ક્રાંતિ ખરેખરી ક્રાંતિ હેતી નથી. તેમાંથી અપક્રાંતિ જન્મે છે. પ્રતિહિંસા જાગે છે અને તેનું ચિરસ્થાયી મૂલ્ય રહેતું નથી. દુનિયાના ઇતિહાસમાં લેહિયાળ ક્રાંતિના પ્રસંગે ઉપરથી આપણે એ સમજી શકશું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com