________________
કાંતિની વ્યાખ્યા :
ક્રાંતિ શબ્દ મૂળ તો સંસ્કૃત ભાષાને છે. “ક્રમુ” “પાદ-વિક્ષેપે” ધાતુ ઉપરથી કાંતિ શબ્દ બન્યો છે. તેનો અર્થ થાય છે પગલાં માંડવાં. આમ તો દરેક પ્રાણી પગલાં માંડે છે; પણ તે ક્રાંતિ કહેવાતી નથી. પણ માણસ વિચારપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલ રાખીને પગલાં માંડે છે. મનુષ્યની વ્યાખ્યા કરતાં નિયુક્તિકાર યાસ્ક મુનિએ કહ્યું છે “મરવા નિ સતત મનુષ્ય :”
– મનન કરીને કાર્યમાં પિતાને પરવી દે છે તે જ મનુષ્ય છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ચારે બાજુને વિચાર કરીને પગલાં માંડવાં એવો અર્થ કાંતિને ફલિત થાય છે. આજની ભાષામાં કહીએ તે સમાજમાં ચાલતાં ખોટાં મૂલ્યોને નિવારી સાચા મૂલ્યની સ્થાપના કરવી તે ક્રાંતિ છે. ક્રાંતિ અને સુધારા વચ્ચે ફેર:
ઘણીવાર સુધારા-વધારા થાય છે તેને ક્રાંતિમાં ખપાવવામાં આવે છે; તે બેઠું છે. ક્રાંતિ હમેશાં ધરમૂળથી પરિવર્તન કરવાથી થાય છે, પણ તેમાં જે જૂનાં ઉપયોગી ત હશે તેને ક્રાંતિકાર ફેંકી દેશે નહીં, એનો ઉપયોગ કરશે. પરંપરાની મૌલિક સંસ્કૃતિને તે જાળવશે અને સાતત્યરક્ષાની સાથે પરિવર્તન કરશે. પણ સુધારામાં તો તાત્કાલિક જે બગડેલી વસ્તુ લાગે તેની મરમ્મત કરવાની હોય છે."
એ માટે એક દાખલો લઈએ. એક મકાન જીર્ણશીર્ણ છે. એને પાયે હચમચી ઊઠયો છે. એક માણસ એને પાડી દે છે અને તેના કાટમાળમાંથી સારો માલ લઈ; બાકીને ન માલ ખરીદી તન નવું મકાન બનાવે છે. જ્યારે બીજો માણસ હજુ ચાલશે એમ માની ઉપર ઉપરથી જ્યાં દરારો-તરાડ પડી હોય ત્યાં મરમ્મત કરી. થીગડ થાગડ કે ટેકે વગેરે દઈને કામ ચલાવશે. તે પહેલાંનું કામ “કાંતિ ગણશે ત્યારે બીજાનું કામ “સુધારો” ગણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com