________________
૧૫૧
કાળજી રાખે, તે ચૂકાય તે ઋષિ-મુનિએ તપ-ત્યાગ-ધ્યાન વડે સૂચવે, આ ચારેય સંસ્થાને પ્રેરક–પૂરક તરીકે અનુબંધ રહેતો હતો.
આવું પશ્ચિમમાં ન થયું. ત્યાં સામાજિકતા આવી પણ માનવસમૂહનું વર્ણાશ્રમ વ્યવસ્થા જેવી સંસ્થા દ્વારા ઘડતર ન થયું. તેથી પાદરીઓ અને પુરોહિત (ધર્મ સંસ્થા અને લેકસેવા સંસ્થા) સંપૂર્ણપણે રાજ્યાશ્રિત બનીને રહેતા કારણ કે રાજ્યની સર્વોપરિતા હતી અને રાજય જેની શક્તિ વધારે તેનું બની જતું. અને તે પણ સંગઠિત વસ્તુ ન હતી. એટલે ત્યાંને માનવસમુદાય રાજ્યની પછવાડે જ દેરાતો રહ્યો. રાજ્ય કદિ ક્રાંતિ ન કરી શકે પણ રાજ્યધૂરા બદલાય એટલે લેહિયાળ પરિવર્તન થાય. આને પશ્ચિમમાં ક્રાંતિ કહેવામાં આવે છે. પણ આપણે તેને માનતા નથી.
પરિણામે પશ્ચિમમાં સાચા ક્રાંતિકારે બહુ જ ઓછા પાકી શકયા. સુકરાતને રાજ્ય ઝેરને ખ્યાલ આપે, ઈશુને ક્રોસે ચઢાવ્ય પણ સમાજ, મૂંગે મોઢે જોતો જ રહ્યો અને કંઈ ન કરી શકો, દંડશક્તિરાજ્યશક્તિમાં પરિવર્તન થઈ શકે પણ તે દંડશક્તિ કે ખૂનામરકીના જેરે. દા. ત. મુસ્તફા કમાલપાશાએ તુકટોપી અને સ્ત્રીઓને પડદેબુર વ. રૂઢ પ્રથા હટાવવા માટે રાજ્યના દંડ-ભયને અશ્રય લીધો હતો. એવી જ રીતે ટોલ્સટોય, સુકરાત વગેરે એ સુધારાઓ સૂચવ્યા પણું સંગઠન ન હોઈને તે સમાજમાન્ય ન થયા. રાજ્યશક્તિ કે દંડશક્તિએ થતાં પરિવર્તને હૃદયથી થતાં નથી; પણ ખૂનામરકી કે ભય વડે થાય છે, પરિણામે લેહી રેડવાની પ્રક્રિયા વધતી જ જાય છે, ઝાર પાસેથી રશિયનોએ (સામ્યવાદીએ) રશિયાનું તંત્ર લીધું પણ આજસુધી ત્યાં વિરધીની જીભ ચૂપ રાખવા માટે લેહી જ રેડાય છે. ત્યારે હિન્દમાં રાજ્ય પ્રજા અને પ્રજાસેવકોના અંકુશમાં રહ્યું છે. છેલ્લે ગાંધીજી વડે પણ અહિંસકક્રાંતિનું બળ મળ્યું છે અને આજે આખા જગતને “શાંતિપૂર્વક સહઅસિત્વ”ના સિદ્ધાંતમાં વિશ્વાસ બેઠે છે. તે તેનું કારણ પણ ભારતની સામાજિક ક્રાંતિની પ્રક્રિયા જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com