________________
૧૫૦
ઉપાસીને પાસે આવતા તેમ તમારે પણ એકબીજાની નજીક આવવું. તમારાં હદય સરખાં થાવ, તમે સમાજ મનના બંને એકબીજા માટે સહજ કરો અને ઘસાઈ છૂટે. તમારા બધાના સરખા વિચાર થાવ, તમારી સભા એક થાય, તમારા વ્રત નિયમ સમાન થાય, તમારો ઉદ્દેશ્ય એક થાવ. તમને બધાને એકસરખા વિચારોથી ઉપદિષ્ટ કરું છું, એક ધ્યેય માટે સમર્પિત થવાની વૃત્તિ રડું .
ॐ सहृदयं सामनस्यं अविद्वेषं कृणोमि वः । अन्यो अन्यं अभिहर्यत, वत्सं जीतं इवाघन्या ।।
–ાર્થઃ ૨/૨૦/૮ –તમને સહૃદય, એક મનવાળા, મહેષરહિત બનાવું છું. જેમ ગાય પિતાના નવજાત વાછરડાને જોઈ પ્રેમથી ખેંચાઈને આવે છે, તેમ એક બીજાને જોઈ મળવા માટે પ્રેમથી ખેંચાઈને આવો.
* સમાજની સ્થાપના કરનાર આદિપુરુષોએ બહુ જ દીર્ઘદ્રષ્ટિથી વિચાર્યું હશે. જે સમાજ ના સ્થપાય હેત તે માણસ જંગલી, અવિકસિત અને પશુ જેવી સ્થિતિમાં જ આજે હેત. માનવજાતિને અહિંસા, સત્ય, ન્યાય, બ્રહ્મચર્ય વ.ની દિશામાં જે કંઈ વિકાસ થયો છે તે સમાજ સ્થાપવાથી જ થઈ શકે છે. જો કે આ બધાની વચ્ચે
વ્યક્તિવાદ, એકાંતસાધના વગેરે પણ આવ્યા; પણ ખરે આધ્યાત્મિક વિકાસ સમાજના અનુબંધ વગર ન થઈ શકે; એ પરિણામને અંતે સમજી શકાયું છે. આ અંગે સાધુસંસ્થાની ઉપયોગિતા” વિષયના મુદ્દાઓમાં વધુ અને સ્પષ્ટ છણાવટ થઈ ચૂકી છે.
ભારતમાં સમાજ સ્થપાયો ત્યારે તેના વિકાસ અને ઘડતર માટે સંસ્થાઓ પણ ઘડાઈ અને તેને અનુબંધ પણ રાખવામાં આવ્યા. ભારતમાં ચાર વર્ણ-સંસ્થા સ્થપાઈ અને ચારે યે વર્ણને સુમેળ રહેતો હતે, બ્રાહ્મણે ઉપર જવાબદારી હતી કે અનુબંધ જળવાઈ રહે તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com