________________
૧૪૯
નિયમો ઘડવામાં આવ્યા. જેણે સભ્યતા અને સંસ્કારિતાનું રૂપ ધારણ કર્યું. આજના યુગ નગરસંસ્કૃતિને યુગ ગણી શકાય છે. '
આ અંગે વૈદિક કાળને ઉલેખ જે રીતે વૈદિક ગ્રંથોમાં મળે છે તે જોતાં પ્રારંભમાં ઋષિ મુનિઓ વ્યક્તિગત વિચાર કરતા હોય તેમ લાગે છે પણ પાછળથી વ્યક્તિના બદલે સમાજને મહત્વ આપવામાં આવ્યું એવા ઉલ્લેખ વૈદિક મંત્રમાં મળે છે. કારણ કે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી અને ઉચ્ચ વિચારશાલિની હેય પણ સમાજના સંપર્ક વગર તેને સર્વાગી વિકાસ કે ઘડતર ન થઈ શકે ! તેને સમાજ ઉપર પિતાની અગવડો માટે જ નહીં પણ, આત્મશુદ્ધિ માટે આધાર અને સંપર્ક રાખવો પડે છે. સમાજમાં રહીને વ્યક્તિનું “અહં” ઓછું થાય છે; સ્વછંતા ઘટે છે અને સગુણને વિકાસ થાય છે.
આ બધા લાભો જોઈને વૈદિક ઋષિઓએ સમાજ માટે કહ્યું – वयं तुल्यं बलिहृताः स्याम –અમે તમારા (સમાજ) માટે પોતાનું બલિદાન આપીએ છીએ.
તેવી જ રીતે વ્યક્તિ અને સમાજના અનુબંધને પુષ્ટ કરવા માટે કહ્યું:
संगच्छध्वं, संवदध्वं सं वो मनांसि जान ताम् । देवा भागे यथा पूर्वे, संजानाना उपासते ॥ समानी वः आकृतिः सभानि हृदयानि वः। समान मस्तु वो मनो यथावः सुसहासति ॥ समानो मंत्रः समितिः समानी, समानं व्रतं सह चित्तमेषां । समानं मंत्रमभिमन्त्रये कः, समानेन वो इविषाजुहोमि ।।
૨૦/૧૨–૨૨-૪ –તમે એક સાથે ચાલે, એક સાથે સમ્યફ પ્રકારે બેલો, એક બીજાના મનને ઓળખે ! જેમ દેવતા અગાઉ એકબીજાને ઓળખી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com