________________
[૧૨]
સામાજિક ક્ષેત્રના કાંતિકાર
આજે ક્રાંતિકારોનાં જીવનમાંથી સામાજિક ક્ષેત્રના ક્રાંતિકાર અંગે વિચાર કરવાનું છે. આ પહેલાં સમાજ વિશે ડુંક સમજી લઈએ. આદિ મનુ અને ભગવાન ઋષભદેવના યુગ પહેલાં માનવ પ્રકૃતિ ઉપર નિર્ભર હતા. તે વખતે સમાજની રચના પણ થઈ ન હતી. પિતાની વ્યક્તિગત જવાબદારી પ્રમાણે માનવ વિચરતે હતે. નૃવંશ શાસ્ત્રીઓ એ યુગને પત્યયુગ અને પછીના યુગને વન્યયુગ તરીકે ઓળખાવે છે. જૈન ધર્મશાસ્ત્રમાં એને યુગલિયા (યૌગલિક) કાળરૂપે માનવામાં આવ્યા છે અને એ લોકો દશ પ્રકારના કલ્પવૃક્ષ ઉપર રહેતા ફળ-ફૂલ અને પાંદડાને ખેરાક લઈને જીવતા એવું જણાવવામાં આવ્યું છે. આ લેકે પ્રકૃતિ ઉપર રહેતા હોઈને જેટલા સરળ હતા એટલા જ જડ (મંદબુદ્ધિ) હતા. જૈનશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ઋષભદેવ એ યુલિયા-કાળને (અકર્મ ભૂમિકાને) સમાપ્ત કરી, માણસોને સમાજરૂપે (કર્મભૂમિકામાં) રહેવાનું શીખવાડયું. અને તે માટે અતિ, મસિ અને કૃષિ ત્રણ વિદ્યા આપી. જીવનશાસ્ત્રીઓ એમ માને છે કે જંગલમાં વસતા સામાન્ય ભયો આગ, તેફાન, આંધી. વન્યપશુની મુરતા વગેરેના કારણે માણસેએ ટોળાંમાં રહેવું શરૂ કર્યું અને જેમ જેમ સુરક્ષાને ખ્યાલ વધતો ગયો તેમ તેમ સમાજ વધતો ચાલ્યો. એ બાબતમાં તે ધર્મશાસ્ત્રકારોની સાથે ઈતિહાસકારે પણ સમ્મત છે કે જનસંખ્યા વધવાની સાથે ખોરાકપિશાકને પ્રશ્ન આવીને ઊભો રહ્યો, તેને માટે માનવ ખેતી વગેરે જુદા જુદા ધંધા (ક) તરફ પ્રેરાયા તેને નિયંત્રણ માટે નીતિ,
* " जुगलिया किमाहारा पण्णती? पत्ताहारा, पुष्काहारा फलाहारा पण्णता"-जंबूद्वीपप्रज्ञप्रिसूत्र.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com