________________
* ૧૪૭
શ્રી. પંજાભાઈ: “અમારા માટે તે આમાં ઘણાં નામે અને વાત તદ્ન નવાં છે. મારા હિસાબે હું સાહિત્યના ચાર વિભાગો કહ્યું છું. (૧) ધાર્મિક સાહિત્ય સત્ય-અહિંસાની દિશામાં સમાજને ચાલના આપનાર સાધુ સંન્યાસી સંત બ્રાહ્મણ વ.નું સાહિત્ય (૨) સંસ્કૃતિરક્ષક સાહિત્યચંદબારોટ વગેરેનું જેને વાંચવાથી બલિદાનની પ્રેરણા મળે છે. (૩) કળા-સાહિત્ય જે જીવનમાં રસ ભરે છે, (૪) ભક્ત સાહિત્ય ભકતએ રચેલ સાહિત્ય અને પ્રામાણિક જીવન વહેવારનું સાહિત્ય.
આ બધામાં વ્યાપક ધર્મનું સાહિત્ય જ મુખ્ય ગણાવું જોઈએ જે વ્યક્તિ અને સમાજના મનનું પરિવર્તન કરવાની તાકાત ધરાવે છે. તેથી તે ક્રાંતિ પેદા કરી શકે છે અને એવા સાહિત્યકારને ક્રાંતિકાર ગણી શકાય.”
શ્રી. માટલિયાઃ ભારતના સાહિત્યના ચાર યુગ આમ પાડી શકાય. (૧) વૈદિક યુગ, (૨) બુદ્ધ-મહાવીર યુગ-પુર્નજન્મ, કર્મવાદ વ્યક્ત કરતું સાહિત્ય, (૩) ઈસ્લામી પ્રભાવવાળો યુગ–એકશ્વર વ્યક્ત કરતું ભકિત સાહિત્ય (૪) ગાંધી યુગ જેમાં રાજા રામમોહનરાય, ઋષિ દયાનંદ, શરદચન્દ્ર, બંકિમ, અને રવીન્દ્રનાથ ટગોર વ. ના સાહિત્યની પીઠિકા હતી.
(૧૧-૧૦-૬૧),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com