________________
૧૫૨
સામાજિક ક્રાંતિકારનાં લક્ષણે
આટલી ભૂમિકા પછી હવે સામાજિક ક્રાંતિકારનાં નીચેનાં લક્ષણે ઉપર આવીએ – (૧) પહેલું લક્ષણ એ હશે કે તેનામાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના
ત્યાગની તૈયારી હશે. બીજું લક્ષણ એ હશે કે તે સામાજિકતામાં માનતા હશે, પિતાનામાં વ્યકિતવાદિતા નહીં રાખીને તે સમાજને-સંસ્થાને
મુખ્યતા આપતો હરો. (૩) ત્રીજા લક્ષણો રૂપે તે સમાજની આધ્યાત્મિક અને નૈતિક
સંસ્થાઓ વડે ક્રાંતિ કરશે. (૪) ચામું લક્ષણ એ હશે કે તે ધર્મ અને સંસ્કૃતિને સાચવીને
સમાજમાં ક્રાંતિ કરશે. (૫) પાંચમું લક્ષણ એ હશે કે તે સિધાંત અને નિયમોની
સાતત્યરક્ષા સાથે મૂલ્ય પરિવર્તનશીલતાને વિવેક કરશે. (૬) છ લક્ષણ એ છે કે તે સર્વાગી ક્રાંતિકાર માટે ભૂમિકા
તૈયાર કરશે.
અહીં એક વાતની ચોખવટ કરવી રહી કે કેટલાક ધર્મ ક્રાંતિકારો સામાજિક ક્રાંતિકાર પણ હતા. કારણ કે ધર્મ અને સમાજનો સંબંધ નજીકળે છે અને તેમણે બંને ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારી જાતે સંગઠન કરી શકતા નથી પણ સામાજિક ક્રાંતિ માટે ભૂમિકા તૈયાર કરી શકે છે. એવી જ રીતે સાહિત્ય ક્રાંતિકાર પણ પ્રાણ-પરિગ્રહ તે છેડી શકે છે, પણ પ્રતિષ્ઠા છેડી શકતા નથી. જ્યારે સામાજિક ક્રાંતિકાર ત્રણેયને છોડી શકે છે. આવી ક્રાંતિની આવશ્યક શર્ત એ છે કે તે અહિંસક સાધન વડે આખા સમાજને પ્રેરણ રૂપ બની મૂલ્ય પરિવર્તન કરાવતી હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com