________________
૧૩૫
તેમને જ પ્રભાવ હતું કે તેમના શિષ્ય રામચંદ્રસૂરિએ રાજા અજયપાલની સ્તુતિ લખવાની ના કહીને આ બ્રેક કહેવડાવ્યાઃ
स्वतंत्रो देव! भूपासं सारमेयोऽपि वर्मनि ।
मा स्म वं पराय तस्मै लोकयस्यापि नायक : ॥
શેરીના કુતરા તરીકે હું સ્વતંત્ર રહીશ પણ ત્રણે લેકને નાયક થઈને પરાધીન નહીં બનું” અંતે અજયપાલે તેમને મરાવી નાખ્યા. સિદધસેન દિવાકર
સિદ્ધસેનને જન્મ ઉજજયિની કે તેની નજીક કેઈ બ્રાહ્મણ કુળમાં થયો હતો, એમ કહેવાય છે. વિક્રમ રાજાના રાજ્યમાં વિશાલા (અવંતી)માં દેયંર્ષ બ્રાહ્મણ તેમજ દેવસારિકા બ્રાહ્મણી એ તેમના માતાપિતા હતા. તેમનું ગોત્ર “કાત્યાયન” હતું.
બચપણથી તેઓ ખૂબ પ્રતિભાશાળી હતા અને સર્વશાસ્ત્રમાં નિષ્ણાત થયા. તેમણે વાદવિવાદ કરવામાં અદ્દભૂત કુશળતા મેળવી હતી. એકવાર પાદલિપ્તસૂરિના સંદિલાચાર્યના શિષ્ય મુકુંદ વાદી સાથે તેમણે રાજસભામાં વિવાદ કર્યો અને હારી જતાં તેઓ તેમના શિષ્ય થયા. વૃદ્ધવાદી પ્રબંધમાં એવો પણ ઉલ્લેખ મળે છે આ મુકુંદવાદી જે આગળ જતાં વૃદ્ધ વાદી કહેવાયા. તેમની સાથે વિવાદ કરવા માટે સિદ્ધસેન ભરૂચ આવ્યા. સિહસેનની પ્રતિજ્ઞા હતી કે જે તેને હરાવે તેને એ શિષ્ય થઈ જાય. તેમણે વૃદ્ધવાદીને કહ્યું: “મને છત અને શિષ્ય કરે, કાં હાર સ્વીકારે !”
વૃદ્ધવાદીએ કહ્યું: “પણ સભ્ય કયાં છે? સભ્યા વગર વાદમાં હારવા-જીતવાનો નિર્ણય પણ કરશે?”
સિદ્ધસેને પાસેના ગાવાળીયાને બતાવીને કહ્યું : “આ ગોવાળીયા રહ્યા તે સ ”
હવાદીએ કહ્યું: “તો બેલ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com