________________
. ૧૩૪ હેમચંદ્રાચાર્ય ધર્મ અને સાહિત્યના ક્ષેત્રમાં જ નહીં, સંસ્કૃતિ તેમજ રાજનીતિના ક્ષેત્રમાં પણ ક્રાંતિ કરવામાં અગ્રેસર થયા હતા; અગર તે તેમની પ્રેરણાથી ક્રાંતિના મંડાણ થયા હતા. તેમનું આ કામ કેવળ ગુજરાતમાં થયું; વિશ્વફલક સામે રાખીને ન થયું એટલે તેમને સંસ્કૃતિના બદલે સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર ગયા છે.
સાહિત્યમાં ભાષાની કિલષ્ટતા વધારવાની તે વખતના પંડિતની મને દશા હતી તેના બદલે તેમણે સરળ સુબોધ સંસ્કૃતમાં જ ગ્રંથ રચ્યા. બીજી વસ્તુ એ કે તે સમયે બધા ધર્મો અને દર્શનેના શાસ્ત્રાર્થો ચાલતા હતા. પંડિતે માત્ર શબ્દોની સાઠમારીમાં રાચતા હતા. તે વખતે તેમણે સ્વાદાદ-મંજરી આપી બધા દર્શનેમાં સત્યશોધન કર્યું. મહાદેવ તેત્ર વડે જૈન શૈવને સમન્વય, ત્રિષષ્ટિ શલાકા પુરૂષચત્રિમાં હિંદુ ધર્મ માન્ય શ્રીરામ અને કૃષ્ણના જીવનને સમાવેશ કરી, તેમણે સર્વધર્મ સમન્વયને નવો ચીલે પાડે.
તેમણે યોગને નવું રૂપ આપ્યું એકાંતવાસ, ધ્યાન, આસન, પ્રાણાયામ વિ. ની હઠયોગની સાધનાને ગૌણ બનાવી સાધુ અને શ્રાવકોના વ્રતાચરણરૂપ ધર્મસાધના વડે સહજ યોગની સાધનાને મહત્વ આપ્યું. ગુજરાતમાં અહિંસાના પ્રચારમાં તેમને મોટો ફાળો છે.
તેઓ ધારત તો પિતાને ન ચીલે સહજાનંદ સ્વામીની જેમ પાડી શકત; પણ તેમ ન કરતાં તેમણે પિતાના સંપ્રદાયમાં જ ક્રાંતિ કરી હતી. હેમચંદ્રાચાર્ય વિષે એક વિદ્વાન આચાર્ય કહે છે: ___ कलुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवंद्वयाभयाडलंकारी प्रथिती नवी प्रकटितौ श्री योगशास्त्रं नवम । तर्क : संबनितो नवो जिनवरादीनां चरित्रं नव, बद्धं येन न केन विधिना मोहः कृतो दूरतः ॥
એટલે કે તેમણે વચનહિ માટે વ્યાકરણ વગેરે, મનહિ માટે ગશાસ્ત્ર અને કાયાશુદ્ધિ માટે વીતરામ સ્તોત્ર, ત્રિષષ્ટિશલાકા ચરિત્ર વગેરે રચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com