________________
૧૩૩
તેમના અંગે સન્માન પ્રગટ કરાવે છે. તેમણે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ જિંદગીના અંત સુધી કરી હતી અને જૈનેતરને પણ તેમણે જ્ઞાનામૃત આપ્યું હતું.
એમ કહેવાય છે કે કાશમીરમાં સરસ્વતી હતી તે હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતને સંસ્કૃત–વિદ્યા અને પાંડિત્યના દર્શન કરાવનાર આચાર્ય હેમચંદ્ર હતા.
તેમની પ્રેરણાથી મોટા-મોટા ગ્રંથ ભંડારો સ્થાપવામાં આવ્યા હતા એટલે જ જૈન સાહિત્યની આટલી શોધખોળ થઈ શકી. તેમણે ૭૦૦ લહિયા (લખનારા) રાખ્યા હતા. તેમની પાસે કેવળ ન ઉતરાવવાનું જ નહીં પણ નવા નવા ગ્રંથો લખાવવાનું કાર્ય પણ તેઓ લેતા. આ ઉપરથી તેમની પ્રગાટ શક્તિને ખ્યાલ આવી શકે તેમ છે. એમના આ કાર્યમાં તેમના શિષ્યો પણ સહાયક થતા હતા. આવા વિપુલજ્ઞાનને કારણે તેઓ કલિકાલ–સર્વજ્ઞ કહેવાયા.
તેમણે કેવળ ધર્મગ્રંથ કે સાહિત્ય રચ્યું એટલું જ નહીં, પણ તે વખતના રાજા કુમારપાળને સાચી રાજનીતિ સમજાવી તેને ધર્મનિષ્ઠ અને નિર્વ્યસની રાજા બનાવ્યો હતો. તેમણે “સહનીતિ” લખી; તેમાં પ્રજાનીતિ અને રાજનીતિનું નવું સ્વરૂપ રજૂ કર્યું. વ્યાકરણ, ન્યાય, કેશ, છંદ, કાવ્ય, અલંકાર, યોગ, નીતિ, કથા વગેરે બધા વિષયો ઉપર નવેસરથી ગ્રંથ રચ્યા. સિદ્ધરાજના આગ્રહથી તે યુગમાં પ્રચલિત બધા વ્યાકરણનું દહન કરી, આચાર્યશ્રીએ સિહહેમ-શબ્દાનુશાસન રચ્યું. એમાં સંસ્કૃત, પ્રાકૃત બને ભાષાનું વ્યાકરણ આવી જાય છે. પ્રમાણ-મીમાંસા નામના ગ્રંથમાં ન્યાયસૂત્ર આપ્યું. કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, છંદડનું શાસન, અભિધાન-ચિંતામણિ, હેમ અને કાર્ય સંગ્રહ, દેશીનામમાળા, નિઘંટુકોણ, અન્યાગ ચદ્દિકા (સ્યાદવાદમંજરી) અયોગ વ્યવચ્છેદિકા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિ શલાકા ચરિત્ર, સતાનુંસંધાન, મહાકાવ્ય, દ્વયાશ્રય મહાકાવ્ય, વીતરાગ મહાદેવ સ્તોત્ર, વગેરે ગ્રંથ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com