________________
[૧૧] સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકાર-૨
સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારેમાં વાલ્મીકિ, વ્યાસ અને હરિભદ્રસૂરિ અંગે ગયે વખતે ઊડત દષ્ટિપાત કર્યો હતો. હવે થોડાક બીજા સાહિત્યિક ક્રાંતિકારો અંગે વિચાર કરીએ. આચાર્ય હેમચંદ્ર સૂરિ
સાહિત્યિક ક્રાંતિકારોમાં આચાર્ય હેમચંદ્રનું પિતાનું આગવું સ્થાન છે. ધંધુકા ગામમાં ચચ્ચ અને ચાહિણી નામના મોઢ વણિક જાતિને ત્યાં ચંગદેવ નામને બાળક જન્મ્યો. મોટા થતાં એકવાર તેના ગામે દેવચંદ્રસૂરિ ફરતા ફરતા આવ્યા. બાળક આચાર્ય પાસે આવવા લાગ્યો અને તેને ધર્મપ્રેમ વધવા લાગ્યો. બાળક તેમને શિષ્ય થવા તૈયાર થયે તેમ જ તેમની સાથે જ વિચરણ કરવા લાગ્યો. દેવચંદ્રસૂરિ ખંભાત આવ્યા. ત્યાં બાળકને મામા નેમિચંદ્ર રહેતા હતા. આચાર્યું તેમને બાળક અંગે બધી વાત કરી. ભાઈના સમજાવવાથી બહેન અને બનેવી બને માની ગયા અને તેમણે ચંગદેવને દીક્ષાની રજા આપી. દીક્ષા વખતે તેમનું નામ સોમચંદ્ર પાડવામાં આવ્યું. તેમણે સકળશાસ્ત્રોને ગહન અભ્યાસ કર્યો. ગુરુએ તેમની યોગ્યતા જોઈ ૧૧દરમાં નાગોર મુકામે તેમને આચાર્યપદ આપ્યું. અને ત્યારથી તેઓ હેમચંદ્રાચાર્ય કહેવડાવવા લાગ્યા.
તેઓ પ્રખર વિદ્વાન હતા અને તેમની વિદ્વત્તાથી આકર્ષિત થઈને રાજા સિદ્ધરાજ જયસિંહે તેમને પિતાના ગુરુ માન્યા હતા. તે તેમની દરેક શાસ્ત્રીય બાબતમાં સલાહ લેતો અને સમાધાન પામત. આચાર્યના પાંડિત્ય, દૂરદર્શિતા અને સર્વધર્મ પ્રત્યેના સ્નેહના કારણે તેમને પ્રભાવ વધતો ચાલ્યો.
એક જૈનાચાર્ય કરતાં પણ તેમણે કરેલા વિશાળ સાહિત્ય સર્જન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com