________________
૧૩૬
સિદ્ધસેને સંસ્કૃતમાં બેસવાનું શરૂ કર્યું. ગોવાળીયા કંઈપણ સમજયા નહીં. વૃદ્ધવાદીએ તાળબદ્ધ ગોવાળીયા સામે પ્રાકૃત ભાષામાં કહ્યું :
नवि मारियइ, नवि चोरी थइ, परदारह संगु निवारियइ भोवा थोवु दाइयइ, त्तउ सग्गि टुगुदगु जइ ।।
–ગોવાળીયાને આ વાત સમજવામાં આવી એટલે તેમણે વૃદ્ધવાદીને જીતેલા જાહેર કર્યા એટલે સિદ્ધસેનને તેમણે શિષ્ય બનાવ્યા. તેમનું નામ કુમુદચંદ્ર પાડવામાં આવ્યું. પાછળથી આચાર્યપદ મળતાં સિદ્ધસેન દિવાકર” નામ રાખ્યું.
એકવાર આચાર્ય સિદ્ધસેનને વિચાર થયો કે જૈન આગમગ્રંથ પ્રાપ્ત ભાષામાં હેઈને, વિદ્વાને તેનું અવલોકન કરતા નથી. એટલે આદરને પાત્ર કરતા નથી, તેમજ શ્રમણે મૂળ પાઠ ગોખી લે છે પણ ટીકા કે બાધ (ટિપ્પણી) સંસ્કૃત ભાષામાં હોય તે પ્રમાણે ઉપરાંત વિધાને સમજી શકે કારણકે ભારતના અન્ય દર્શને સંસ્કૃતમાં છે. તેથી તેમણે વિચારને આચારમાં મૂકી લિપિબદ્ધ કરવું શરૂ કર્યું.
શ્રીસંઘને આની જાણ થઈ. તેમણે કહ્યું: “ગ્રથો આ બાળ વૃદ્ધ સમજી શકે એવી ભાષામાં છે તે બરાબર છે. સંસ્કૃત પંડિતની ભાષા છે, ધર્મ કેવળ થડા પંડિતેને માટે વિષય નથી. તે સર્વજનની સાધનાને આચાર છે.”
શ્રીસંઘને લાગ્યું કે સિદ્ધસેનની એમાં ભૂલ છે. તે માટે સિદ્ધસેનને લાગ્યું કે તેમના કારણે શ્રીસંઘને દુઃખ થયું છે એટલે પ્રાયશ્ચિત રૂપે બાર વર્ષ સંઘની બહાર રહેવાનું પ્રાયશ્ચિત તેમણે લીધું. બાર વર્ષ બાદ તેમને શ્રીસંઘમાં લેવામાં આવ્યા અને પાછા આચાર્યપદે બેસાડવામાં આવ્યા.
આ આખા પ્રસંગમાં એટલું તે ચોક્કસ છે કે સિદ્ધસેન સ્વતંત્ર વિચારતા હતા. તેમણે કેટલાંક સંશોધન કર્યા હોય, જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com