________________
૧૩૦
વાલ્મીકિ ખરેખર આર્ષદ્રષ્ટા જણાય છે. જેમને અંતઃપુરણ થતું હોય છે. ભવિષ્યમાં થવાની સંભાવનાવાળી વાતો પણ તેઓ લખી શકે છે. વાલ્મીકિ માટે એવું પણ કહેવાય છે કે તેઓ ભાવ જાતિના હતા. પણ ઊતરી ગયેલા. તેમને ઉદ્ધાર નારદજીએ કર્યો હતે.
તે ઉપરાંત ઘણું અનામી સાહિત્યકારોએ પણ ક્રાંતિની જ્યોત પ્રજવલિત રાખી છે. દારાને ઔરંગઝેબે મરાવી નાખે, નહીં તે એનું સાગર–સંગમ' પુસ્તક હિંદુ-મુસ્લિમ–એકતા લાવી શકે તેવું હતું. અબુલ ફઝલ, રહીમ, રસખાન વગેરેએ પણ સમાનતાની વાત લખી છે.
શંકરાચાર્ય તે મહાન સાહિત્યકાર ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રના કાંતિકાર પણ હતા. પ્રસ્થાનત્રયી ઉપર એમનાં પાંચે આચાર્યોએ ભાસ્ય લખ્યાં છે. તે સિવાય જૈન-જૈનતર વિદ્વાનોએ પણ ચિરંજીવ સાહિત્ય આપી સાહિત્યરૂપી ઉપવનને હમેશાં ખિલતું રાખ્યું છે. પણ આપણને તેને આનંદ લેવાની કુરસદ નથી!”
શ્રી, પૂંજાભાઈઃ અમદાવાદના જાવડ–ભાવડ નામના કવિઓએ લેકગીત આપીને ઘણી સમાજપ્રેરણા આપી છે. વિદાય લેતી કન્યા માટે તેમણે કહ્યું છે:
દાદાને આંગણે આંબલ, આંબલે ઘેર ગંભીર જે, અમે તે વનની ચકલિયું, ઊડી જાવું પરદેશ જો...
–આમાં દાદાના પરિવારને આંબે કહ્યો. શાખા-પ્રશાખાને પુત્ર-પત્ર કહ્યા અને દીકરીને ચકલીઓ કહી કારણકે ચકલીઓ જેમ તે પારકા ઘરે જવાની છે. એવી જ રીતે મેઘાણે ભાઈનાં ગીતે પણ પ્રેરણા આપનાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com