________________
૧૨૯
ચર્ચા-વિચારણું શ્રી. પૂજાભાઈઃ “દુનિયાના ઝંઝાવાતેથી નિલેપ રહીને વ્યાસ, વાલ્મીકિ અને હરિભદસૂરિ જેવાએ સંસ્કૃતિના સંગ્રહરૂપી સાહિત્ય ન આપ્યું હોત તો જગતની શું સ્થિતિ થાત? તે યુગમાં આજના આટલાં સાધન ન હોવા છતાં તેમણે જે ચિરંજીવ તત્વ આપ્યું તે માટે તેમને ઉપકાર વિષ્ણરાય તેવું નથી. એવી જ રીતે નરસિંહ, મીરાં, અખા, ધીરા વગેરે તેમ જ ઘણું યે અનામી સાહિત્યકારોને ફાળે પણ બહુમૂલો છે.”
પૂ. દંડી સ્વામીઃ “મુનિશ્રીએ સાહિત્યના ક્રાંતિકારની જે વ્યાખ્યા કરી હતી તે ગળે ઊતરે એવી હતી. વેદો, સ્મૃતિઓ, આગમો વ. એ ક્રાંતિકારોનાં શાશ્વત સાહિત્ય-ફળો છે. તેમાં પણ ન સાહિત્યકારોએ સેનામાં સુગંધનું કામ કર્યું છે.
વ્યાસ અંગે થોડું કે સ્પષ્ટીકરણ કરી લઉં. તેઓ મહેંદ્રનાથ કે જે પાશુપતામતના નવનાથમાં પ્રથમ નાથ હતા; તેમના ભાણેજ થાય. કારણકે વ્યાસના માતા તરીકે “મસ્યગંધા ” ગણાય છે. તે અને મસ્ટેન્દ્રનાથ ભાઈ-બહેન થતા હતા. મહેંદ્રનાથ કામરૂપ દેશની (હાલને આસામ) તિલોત્તમામાં ફસાયા હતા અને ગેરખનાથે તેમને વાળીને મૂળ ભાવમાં ભણ્યા હતા. - વ્યાસ અને નકુલીશ બને એક કાળે થયાનું ગેપીનાથ પંડિત, શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનન અને મૈસૂર કોલેજના એક પ્રાધ્યાપક વગેરે માને છે. વ્યાસ માટે કહેવાય છે કે દર કલિયુગે એક વ્યાસ જન્મે છે. આમ અઠ્ઠાવીસ વ્યાસ થયા હોવાનું જણાય છે. તેથી વેદાંત શારીરિક ભાષ્ય બ્રહ્મસૂત્રના રચયિતા વ્યાસ અને પુરાણોના રચયિતા વ્યાસ અલગ હોય તેવો સંભવ છે. સ્મૃતિઓ ૧૩૭ છે પણ તેમાં અઢાર મુખ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com