________________
૧૨૬
- અલંકારના પડદા હટાવીએ ને તેમાંથી કૌટુંબિક, રાજકીય તેમજ સામાજિક જીવનમાં અદ્દભૂત પ્રેરણા મળે છે.
એક એવી કિવદની પ્રચલિત છે કે વૃદ્ધ વ્યાસજી જયારે મહાભારત લખવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તેમને લખનાર કોઈ ન મળ્યું; કારણકે તેમને ભાષાપ્રવાહ ઝીલવામાં શકિતમાન કોઈ ન હતું. અંતે ગણેશજી એમને મળ્યા. તેમણે ગણેશજીને કહ્યું: “તમે મહાભારત લખવાનું કામ ઉપાડે? હું બેલ જાઉં અને તમે લખતા જાવ ! તેજ આવડું મોટું પુસ્તક ઝડપથી લખાય !”
ગણેશજીએ કહ્યું : “હવે તે તમે વૃદ્ધ થયા ! તમારામાં શું છે? જ્ઞાન ઝારણું સુકાઈ ગયું છે. પછી કેટલો પ્રવાહ હશે! તમે આગ્રહ કરે છે તે હું લખી દઈશ. પણ, મારી એક શર્ત છે. હું તો સતત લખતો રહીશ. વચમાં અટકીશ નહીં. તમે એક વાકય બોલશો અને વિચારવા ભશે તે હું તમારું કામ છોડી દઇશ!”
વ્યાસજીએ કહ્યું: “મારી પણ એક શર્ત છે. હું જે કંઈ લખાવું તેને અર્થ સમજીને જ તમારે લખવું પડશે !” - ગણેશજીએ કહ્યું: “હું તે વિદ્યાને દેવતા છું. બધું સમજી જઈશ !"
અંતે વ્યાસજી લખાવવા અને ગણેશજી ઝડપથી લખવા બેઠા. વ્યાસજીનો વિચારોને પ્રવાહ એવો વહેવા માંડે કે ગણેજી થોડીવાર સુધી તો લખતા રહ્યા, પણ પછી થાકી ગયા. હવે તેમના અક્ષર બગડવા લાગ્યા. અર્થ સમજવાની વાત જ દૂર રહી.
વ્યાસજીએ કહ્યું આ કને અર્થ શું!
ગણેશજીએ કહ્યું. આ લે તમારી પિથી! તમારી પાસે વિચાર રહ્યા નથી. એટલે મને અટકાવ્યું અને તમારી શરત પૂરી થઈ.”
વ્યાસજીએ હસીને કહ્યું. “પણ તમે અર્થ તે બતાવા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com