________________
૧૨૫
કે મુક્તિના શકતા
ની રીત |
હેઇને કૃષ્ણ આમ બે શબ્દો મળીને તેઓ કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાતા હતા.
વ્યાસના સમયમાં સ્ત્રી અને શુદ્રો પ્રત્યે સમાજમાં શું હતી. તેમને શાસ્ત્ર કે મુક્તિને અધિકાર ન હતું. તે વખતે તેમણે મહાભારત રચ્યું જે બધા વર્ગો વાંચી શકતા હતા. તેમાં તેમણે સ્ત્રી જાતિની પ્રતિષ્ઠા, અને શુદ્રની સેવાઓનું મૂલ્યાંકન નવી રીતે કર્યું. મહાભારતમાંથી તેમણે ગીતા રૂપી કામધેનુ કાઢી. જેમાં જ્ઞાન-ભકિત અને કર્મ ત્રણેયને સમન્વય કર્યો.
વ્યાસજીએ મહાભારતમાં, સમાજવ્યવસ્થા, વર્ણાશ્રમ ધર્મો, તેમાં મૂલ્ય કયાં હોવાં જોઈએ, અનિષ્ટોનું ઉમૂલન વગેરે માટે સુંદર સુંદર આખ્યાન યોજીને સરસ અને રોચક લખ્યું. તેમણે લગભગ દરેક ધર્મોને સમન્વય કરી તેના સાર રૂપે આને જ્ઞાન વિભાગ બનાવ્યો. વેદ, આગમે, પિટકો વગેરે ધર્મગ્રંથોને સાર લઈને નવી આચાર સંહિતા આપી તેને કર્મ વિભાગ રજૂ કર્યો. હિંદુ ધર્મની ઉદારતા સહિષ્ણુતા અને સમન્વય શીલતાના પ્રેરક પ્રસંગે રજૂ કરી ભકિત વિભાગને સ્પષ્ટ કર્યો.
આમાં તેમનું અગાધ પાંડિત્ય, વિશાળ જ્ઞાન અને કવિત્વના દર્શન થાય છે. આટલાથી જ એમને સંતોષ ન થયો. એમણે ભગવદ્-ભક્તિ માટે “ભાગવત પુરાણ” નામને બહત વિશાળ ગ્રંથ ર. ભક્તિ વડે માણસ કેવી રીતે આત્મવિકાસ સાધી શકે તે વાતને તેમાં શ્રીકૃષ્ણના જીવન વડે રજૂ કરી છે. કૃષ્ણ જીવનમાં, તેમની સર્વાગી સાધના, સામાજિક સંગઠન, કમંગ, આધ્યાત્મ જીવન, વગેરે તને અલંકારિક ભાષામાં રજૂ કર્યા છે. તેમણે અનેક વૈદિક અને વૈદિકતર ધર્મો (જેન બૌદ્ધ)ના મહાપુરૂષનું વર્ણન કર્યું છે. ઋષભદેવ અને મૌતમબુદ્ધને હિંદુ ધર્મના અવતાર તરીકે માનીને એ બને ધર્મોને હિંદુ ધર્મમાં સમાવી દીધું છે. આ રીતે તેમણે હિંદુધર્મની ઉદરતામાં વૃદ્ધિ કરી છે. કૃષ્ણની રાસ લીલાને ઘણા અવળો અર્થ કરે છે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com