________________
૧૪
તેમાં તેઓ રામ-જીવનને પુરૂષની મર્યાદાઓનું ઉત્કૃષ્ટ સ્વરૂપે રજુ કરે છે અને આજે પણ આદર્શ-માનવના પ્રતિબિંબોને રજુ કરતો તે રામાયણ રાજા-પ્રજા બધાની આદર્શ મર્યાદા અને સંરકૃતિપ્રેરક ગ્રંથ છે.
જે વખતે સીતાને વનવાસ મળે છે અને તેમના કાવ્યની નાયિકાને આમ અચાનક ભેટે થાય છે ત્યારે તેઓ વિચારે છે કે –“સમાજના અનિષ્ટોનો ભોગ બનેલી આ સતીને આશ્રય આપવાની મારી ફરજ છે. જેમ પિલા પારધિએ કાંચ માદાને મારીને તેને વિયાગ ચ નર સાથે કરાવ્યું તેમ અહીં બન્યું છે. '
તેઓ સીતાને કહે છે : “બેટી! ચિંતા ન કરીશ! અહીં નિર્દોષ વાતાવરણમાં રહે અને તારા ગર્ભનું પ્રતિપાલન કર ! અહીં સંત-સમાગમ છે અને પવિત્ર વાતાવરણ છે.”
જે વખતે પતિએ તરછોડેલી એક યુવાન પત્ની તે આશ્રમમાં વસાવવા માટે વાલ્મીકિ ઋષિને સમાજનું સાંભળવું પડ્યું હશે. પણ તેમણે અબળાને આશ્રય આપવાને ન ચીલો પાડ્યો. ત્યાં સીતાએ લવ-કુશને જન્મ આપે. આશ્રમના પવિત્ર સંસ્કારે તેમને મળ્યા અને તેમને રામાયણ પણ કંઠસ્થ કરાવી દીધી. તે સાંભળી તે વખતના સમાજશાસ્ત્રીઓ ચમકી ઊઠયા અને સામાજિક મૂલ્યની નવી ક્રાંતિ થઈ. આમ મૂળ-રામાયણ વાલ્મીકિ ઋષિએ રચી તેના આધારે બીજી રામાયણ અલગ અલગ ભાષામાં રચાઈ.
આજે “રામ રાજ્યોને જે આદર્શ આપણે રાખીએ છીએ તેનું મૂળ આ રામાયણ જ છે.
મહિષ વેદ વ્યાસ . ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે વ્યાસમુનિ આવે છે. તેમણે વેદોને વિભાગ કર્યો અથવા વિસ્તાર કર્યો. એટલે તેમનું નામ વેદ વ્યાસ પડયું. તેમને જન્મ દ્વિીપમાં થયું હોઈને કૈપયાન અને કાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com