________________
૧૧૯
ચર્ચા-વિચારણા
શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ઘણા નામી અને અનામી માણસે ધર્મક્રાંતિકારના માર્ગમાં હોમાયા હોય છે ત્યારે ધર્મકાંતિકારને માર્ગ ચેક થાય છે. તેવી જ રીતે ધર્મક્રાંતિકારોએ સર્વાગી ક્રાંતિકારોનો માર્ગ ચેક કર્યો હોય છે. તેથી આગળ સર્વાગી ક્રાંતિકારોએ બધાના માર્ગે ચેકખા કર્યા હોય છે. આમ ક્રાંતિનું કાર્ય પરસ્પરાશ્રિત હોય છે.”
શ્રી. બળવંતભાઈ: “કેટલાક ક્રાંતિકારની દિશામાં જનાર અમે જોઈએ તે તેમના ગયા પછી બકરૂં જતાં ઊંટ પજ્યું હોય એવું લાગે છે. એટલે ઘણીવાર ગાંધીજીના મુકાબલે નરસિંહ-મીરાં-કબીર બધા ફીકા લાગે છે. ઘણીવાર ભજન સાથે દંભ પણ ચાલતો હોય છે. એટલે સર્વાગી દષ્ટિવાળા સાધુપુરૂષોની દેખરેખ હેવી જોઈએ અને ધર્મસાધના સામુદાયિક જીવનમાં અસરકારક થવી જોઈએ.”
પૂ. દંડી સ્વામી : તે યુગમાં ભકતોએ જે કાર્ય કર્યું છે તે સાધારણ નથી. બાકી આજે ગમે તેટલું સારું કામ કર્યું હોય તે આવતી કાલે તેમાં સડો પેસવાન, તેથી એ થયેલાં સારાં કામને વગોવી ન શકાય.
ધ્રાંગધ્રાના ક્ષેત્રમાં હરપાળસિંહ નામના ક્ષત્રિય થઈ ગયા. તેમનાં પત્ની શક્તિબાએ શાહબુદ્દીન ઘોરી અને બાર ખિલજી જેવાના સમયમાં પણ કોઈ ઝાલાને વટલાવવા ન દીધા. ત્યારબાદ, રામાનુજ, રામાનંદકબીર વ.ની પ્રજા ઉપર હંફ અનેરી હતી. નરસિંહ મહેતા મૂળ શિવ પણ પછી વૈષ્ણવ બન્યા. તેમણે અનેકવાર કષ્ટ સહી, આક્ષેપે સહી, જેલમાં પૂરાઈને પણ પ્રતિષ્ઠા હેમીને સંસ્કૃતિની રક્ષા કરી હતી. તે ઉપરાંત શો યજ્ઞ નિમિત્તે હિંસા કરતા. તે પણ નરસિંહ મહેતાએ અટકાવી છે. તેમણે છૂતાછૂત દૂર કરાવવામાં પણ ફાળો આપ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com