________________
કોલેજમાં પ્રોફેસર હતા. પણ આત્માનું જ્ઞાન મેળવવા માટે તેમને તાલાવેલી એટલી લાગી કે બે બાળક થયા બાદ તેમણે પોતાની પત્નીને કહ્યું: “હું હિમાલય જવા ઈચ્છું છું.”
પત્નીએ પણ સાથે ચાલવાને આગ્રહ કર્યો તે કહ્યું કે બાળકો અને રાચરચીલું નહીં ચાલે. પત્નીએ બધાને ત્યાગ કર્યો પણ રામતી મેટો આંચકો આપે. “તમારે ચાલવું હોય તે પત્ની તરીકે નહીં પણ માતાના સંબધે આવી શકો છો !”
પત્નીએ પણ દઢતાથી કહ્યું: “તમે ઇચ્છો છો એ સ્વરૂપમાં સાથે ચાલવા તૈયાર છું.”
આ બને મહાભિનિષ્પણ કરી હિમાલયમાં ગયા. એકવાર ત્યાં ગંગાત્રીના અને જમનોત્રીના શિખર ઉપર ફરતા હતા ત્યાં તોફાન થયું અને કેઈએ બૂમ પાડીઃ “બચાવે બચાવો !” - સ્વામીજીએ હાથ ઊંચા કરીને બુલંદ પડકાર કર્યોઃ “રૂક જાવ!” તરત જ બરફનું તોફાન અટકી ગયું. તેમને આત્મ પ્રતીતિ થતાં, તેમણે ગેરૂઆ રંગનાં કપડાં પહેર્યા અને પિતાનું નામ રામતીર્થં રાખ્યું.
તેઓ દેશ-વિદેશ ફર્યા. અમેરિકા, ઈગ્લાંડ, જાપાન, મિશ્રા, વગેરે દેશમાં ગયા. તેમના તપ-ત્યાગ અને પ્રવચનની ઘણી ઊંડી અસર થઈ. ઘણુ તેમને ઈશુના અવતાર તરીકે ઓળખવા લાગ્યા. તેમનું અવસાન ૩૨ વર્ષની નાની ઉંમરે થયું. હિંદુધર્મમાં ઉદારતાનું તત્વ તેમણે ઊમેર્યું હતું. તેમની પ્રેરણું ઘણું લોકોને મળી હતી. પણ તેમની ધર્મકાંતિ તેમના સુધી જ અટકી ગઈ, કારણ કે કોઈ સંસ્થા તેમણે નહેતી સ્થાપી.
ધર્મક્રાંતિકારની દિશામાં ગયેલા, મહાપુરૂષોના જીવનને ધડે એટલો જ લેવાને કે ધર્મક્રાંતિને સમાજવ્યાપી બનાવવી હોય તે સંસ્થા દ્વારા તે કાર્ય કરવું જોઈએ. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com