________________
ઉપર પત્ર લખી આપ્યો કે “આ વ્યકિતને સાંભળ્યા વગર ધર્મ પરિષદુ અધૂરી ગણાશે.”
- સ્વામીજી ચિકાગો આવ્યા પણ આ કાળા માનવીને રંગષના કારણે કયાંયે હોટલમાં ઉતારો ન મળે. કકડતી શરદીમાં ભૂખ્યા તેઓ રેલવેના બાંકડા ઉપર સૂતા હતા; ત્યાં અચનાક એક શ્રીમંતબાઈનું ધ્યાન ખેંચાતા તેમને રહેવા-જમવાને બધે પ્રબંધ થઈ ગયો.
ધર્મપરિષદમાં તેમને છેલ્લે બેલવાનો વારો આવ્યા. બ્રહ્મચર્યનું તેજ, ભગવાં વસૅ, ચમકતી આંખે અને સ્વામી વિવેકાનંદે નવી જ રીતે લોકોને સંબોધ્યાઃ “મારા અમેરિકાના ભાઈઓ અને બહેને !” અત્યાર સુધી બધા “સદગૃહસ્થો અને સન્નારીઓ” તરીકે સંબોધતા હતા. આ નવું સંબંધન બધાને એટલું પ્રિય લાગ્યું કે તેમણે તાળીઓથી સ્વામીજીને વધાવી લીધા. તેમનું ભાષણ શરૂ થયું કે બધા જનારા પણ બેસી ગયા અને તેમને પંદર મિનીટના બદલે કલાક માટે બલવાને આગ્રહ સહુએ કર્યો. પછી તે જેટલા દિવસ ધર્મપરિષટ્ટ ચાલી, તેના આજકો સ્વામીજીનું ભાષણ છેલ્લે રાખતા જેથી શ્રોતાઓની હાજરી અંત સુધી એવીને એવીજ રહેતી. તેમણે ત્યારબાદ અમેરિકામાં ઠેરઠેર ભાષણ આપ્યાં. ત્યાંથી ઇગ્લાંડ-યુરો૫ ગયા. ત્યાં પણ તેમણે હિંદુધર્મનું ખરું સ્વરૂપ લોકોને સમજાવ્યું. વેદાંતમાં જનસેવાનો તેમણે પ્રચાર કર્યો. ભારતીય સાધુ-સંસ્થામાં, હિંદુ સાધુઓ માટે ન ચીલો પાડ્યો.
૧૯૦૨માં માત્ર ૩૮ વર્ષની ઉમ્મરે તેઓ અવસાન પામ્યા. તેમના પછી સંસ્થાઓ જરૂર સ્થપાઇ. તે સંસ્થા માત્ર શિક્ષણ અને વિદ્યકીય રાહત સુધી વિકસિત થઇ. સ્વામીજીની ધર્મક્રાંતિ વ્યાપક ન થઈ શકી.
- સ્વામી રામતીર્થ એવા જ કાંતિકારની દિશામાં જનાર ધર્મપુરૂષ તરીકે સ્વામી રામતીર્થને લઈ શકાય. તેમનું નામ તીર્થરામ હતું. તેઓ લાહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com