________________
* ૧૦૫
શંકરાચાર્યની “ જીવ શિવ છે તેને મળતી આવે છે. એટલે તેમને ઇસ્લામ સાથે સમન્વય આપોઆપ થઈ જાય છે.
હજરત મુહંમદને ધર્મક્રાંતિકાર તરીકે ગણવા કે કેમ એ ભારે એક પ્રશ્ન છે. આપણે તેમને સર્વાગીક્રાંતિની દિશામાં તે લીધા છે પણ ધર્માચાર્ય કદિ રાજા થયા નથી. તે જમાનામાં હજરત મુહંમદ ધર્માચાર્ય છતાં રાજા થયા એ ક્રાંતિ કે નહીં ? જે કે તિબેટમાં બૌદ્ધ ધર્માચાર્યો રાજા જેટલાજ હક્ક જોગવતા હતા.”,
પૂ. મુનિશ્રી સંતબાલજી : “અહિંસા દ્વારા ધર્મક્રાંતિ થાય એ જ ધર્મક્રાંતિકાર માટેની પૂર્વશરત સ્વીકારીએ છીએ. તે તેમની ગણના ધર્મક્રાંતિકારમાં ન થઈ શકે. રાજયતંત્ર ઉપર દંડશક્તિ અનિવાર્ય હેઈને જ સાચી ક્રાંતિ રાજ્યસત્તા દ્વારા થતી નથી. તે કાળે જે થયું તે સગવશ થયું હશે; પણ હવે ઈસ્લામમાંથી ભય અને ખ્રિસ્તી ધર્મમાંથી લાલચનો તત્તવો બાદ કરી, તે બન્નેને સર્વધર્મસમન્વયની દિશામાં આગળ ધપાવવા સાચા ઇસ્લામી અને સાચા ખ્રિસ્તીઓએ આગળ આવવાને પુરુષાર્થ કરવો જોઇશે જ.
(૧૮-૯-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com