________________
૧૦૪
લીધાં. તેમણે પિતાના શિષ્યોને તલવાર અને ત્રિશૂળના બદલે કિરપાણ આપ્યું. કદરાની પરંપરા પારસીની જેમ આપી. વાળની સાથે કાંસકી અને હાથમાં રક્ષણાર્થે કડું આપ્યું. ચારિત્ર્ય માટે કચ્છ આપ્યું. તેમણે મુસ્લિમેની એક વાત લઈ લીધી કે મુસલમાનની જેમ કડું ગમે તે ભજનને અડે તે પવિત્ર, (પાક) થઈ જાય. આમ વટાળવૃત્તિનો ઉકેલ આપે; અને અનેક હિંદુઓને ફરી નવા હિંદુ-શીખ બનાવી લીધા. શું તે ઉપરથી તેમને ધક્રાંતિકારમાં સ્થાન ન આપવું જોઈએ ?”
પૂ. શ્રી નેમિમુનિ : “અન્યાયનો પ્રતિકાર કરે એ જુદી વાત છે. પણ નવો ધમ પેદા કરે એ ધર્મક્રાંતિકારનું લક્ષણ નથી. એટલે નાનક તેમાં ઘટી શકતા નથી.
પૂ. મુનિશ્રી સંતબાલજી ધર્મક્રાંતિકારનાં લક્ષણો જે આપવામાં આવ્યાં છે તેને જોતાં નાનકનું નામ ન ઉમેરી શકાય. નહીંતર એ નામાવલિ વધવા લાગશે. નવે સંપ્રદાય ઊભો થયો એટલે આજે આપણે શીખેમાં પણ એ જ ઝનૂન જોઈએ છીએ.”
પૂ. શ્રી દંડી સ્વામી : “દયાનંદ સરસ્વતીને શિવરાત્રીના જ્ઞાન થયું એટલે લોકો તેને જ્ઞાન-ત્રિ તરીકે ઓળખાવે છે. દયાનંદ સાથે વટળાયેલા હિંદુને ખ્રિસ્તી કે મુસલમાનમાંથી ફરી શુદ્ધિ કરી હિંદુ બનાવવાની વાત ધર્મક્રાંતિકાર તરીકે બેસે છે ખરી ? જે કે ગાંધીજી એની વિરૂદ્ધ હતા.
શ્રી. શકરાચાર્યે ખરેખર ઘણી રીતે સમન્વય કર્યો છે. તેમણે પારિમાર્થિક સત્તા પ્રમાણે માયાને મિથ્યા કહી, પણ પ્રતિભાસિક સત્તા મુજબ માયાને સપનું કહ્યું પણ વહેવારિક સત્તા મુજબ માયાને સાચી પણ કહી-આમ શૈવ-વૈષ્ણવને સમન્વય કરી આપે. બૌદ્ધ અને જેનાં તે સંન્યાસ અને તે લઈ સમન્વય કર્યો છે. સામત ઇસ્લામની શાખા છે. તે માણસને ખુદાનું નૂર ન માનતાં ખુદ રૂપ જ માને છે. આ વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com