________________
ધાર્મિક ક્રાંતિકારની દિશામાં
ગય વખતે ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ ક્રાંતિ માટે વ્યકિત પ્રેરક બની શકે પણ તેનું વાહન તે સંસ્થા જ બની શકે છે. એવી વ્યકિતઓને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકાર તરીકે આપણે લીધા છે પણ જેમણે વિચારે વહેતા કર્યા કે જેમની પાછળ સંસ્થા ન થઇ શકી તે બધાને ધાર્મિક ક્રાંતિકારની દિશામાં ગયેલા ગણશું. -
ભક્ત મીરાંબાઈ આમાં સૌથી પહેલાં મીરાંબાઈને લેશું. તેમના જન્મકાળની પરિસ્થિતિ એવી હતી કે એક તરફ શુષ્ક વેદાંત ચર્ચા ચાલતી હતી, જેના કારણે અનિષ્ટ તરફ આંખ મિંચામણ કરી લોકો ઉદાસીનતા સેવતા હતા ત્યારે કેટલાક કેવળ કર્મકાંડમાંજ રાચીને રહી જનારા લોકો હતા. સમાજ મૂઢ હતા. સ્ત્રીઓને બ્રહ્મચારિણું રહેવાને કે સન્યાસ હોવાને અધિકાર ન હતું,
મીરાંબાઈને જન્મ આવે સમયે મારવાડમાં મેડતામાં થયે હતો. તેમના પીયરમાં શ્રીકૃષ્ણ-ચતુર્ભ જનું મંદિર હતું. જ્યાં તે દરરોજ જતી સતસંગ કરતી અને ભક્તિમાં લીન થઈને ગીતો ગાતી તેમજ ઊર્મિ ભર્યું ત્ય કરતી. લોકોને આ બધું નવું અને પરંપરા વિરૂદ્ધ લાગતું.
તેનાં લગ્ન ચિતોડના રાણુ સાથે થયાં. ત્યાં એકલિંગ-શિવ-પૂજા ચાલુ હતી. તે છતાં મીરાંબાઈની કૃષ્ણભક્તિ ચાલુ જ રહી. જયાં સખત • પાઁ પાળવામાં આવે ત્યાં મીરાંબાઈ નાચતા, ગાતાં ધૂન લગાવતાં
અને તેમણે બધાં ખેટાં બધાને તેડી નાખ્યાં. એમણે બતાવ્યું કે શીલનું રક્ષણ આત્મબળથી થાય છે. ખોટી રીતિઓ કે રૂઢિઓથી નહીં.
તેઓ રાજરાણી હતા, તે છતાં સાદી શેતરંજ કે સાદડી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com