________________
ત્યારબાદ સ્વામીજી બધા ધર્મના પાખંડે, રઢિઓ તેમજ પટા અર્થો વિષે શાસ્ત્રાર્થ ચર્ચા કરતા. જેથી ઘણીવાર તેમને પથરા ખાવા પડ્યા. ઘણા લેકે સવિષેશે રાજાઓ તેમનું કાટલું કાઢી નાખવા તૈયાર થયા. પણ સ્વામીજીની ઇશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તેમનો આત્મવિશ્વાસ જબ્બર હતું. તેથી તેઓ સત્યથી ડગ્યા નહીં. તેને સાચો અર્થ તેમજ પાખંડ ખુલ્લાં કરતાં તેમણે એક ગ્રંથ લખે તેનું નામ “સત્યાર્થ પ્રકાશ” છે. તેમની વાતો હવે લોકોને સ્પષ્ટ રૂપે સમજતી ગઈ તેમ તેમ લોકો તેમને આદર કરવા લાગ્યા.
જોધપુર નરેશે પણ તેમને આદરથી બેલાવ્યા. એકવાર સ્વામીજી મહેલમાં ગયા ત્યારે નરેશને “નની જાન” નામની વેશ્યા સાથે બેઠેલા જોયા. તેમણે ટકોર કરી: “શું સિંહ થઈને કુત્તરી સાથે ફરે છે?'
રાજા શરમાઈ ગયો અને ફરી કદિ વેશ્યા સંગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પણ પેલી વેશ્યાએ બદલો લેવાનું નક્કી કર્યું. તેણે રસોઇયાને ત્રિો અને સ્વામીજીને દૂધમાં બારીક કાચનો ભૂકે મેળવેલું ઝેર પાવાનું કાવતરું રચ્યું. સ્વામીજી દુધ પી ગયા અને પામી ગયા કે શું છે ? આ કાચનો ભૂકો તેઓ એકી શક્યા ન હતા અને કાચની કણીઓ અંદરને અંદર બધું કામ કર્યે જતી હતી. તેમણે રાજીયાની સામે જોયું અને કહ્યું: “તું સાચી વાત કર. તને કોણે આવું કરવાનું કહ્યું હતું.”
રસેઇયાએ વાત કરી. સ્વામીજી તે ક્ષમાસાગર હતા. તેમણે તેના હાથમાં એક થેલી આપતાં કહ્યું : તું અહીંથી ભગાય એટલે દૂર ભાગી જા તને લેકે માર્યા વગર નહીં રહે!”
સ્વામીજીને એક જ વાત ખટકતી હતી કે જે શરીરથી વધારે સારાં કામ થઈ શકવાનાં હતાં તે હવે ન થાય! તેમણે “ઓહમ”ની ધૂન બોલાવવી શરૂ કરી. લોકોને ખબર પડી. તેમને આબુ લઈ જવામાં આવ્યા પણ કેઈ ઈલાજ કારગત ન નીવડ્યો. ત્યાંથી અજમેર લઈ જવામાં આવ્યા ત્યાં તેમણે દેહ છોડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com