________________
અજમેરથી સ્વામીજી કિશનગઢ ગયા. ત્યાં રાજા વલ્લભ સંપ્રદાયને ઉપાસક હતું. તે વખતે સ્વામીજી કૃષ્ણલીલા, આડંબર અને મંદિરના ભોગ-વિલાસ અને પાખંડને ખુલ્લમખુલ્લો વિરોધ કરતા હતા. તેથી ત્યાંના રાજાએ કેટલાક શાસ્ત્રીઓને શાસ્ત્રાર્થ કરવા ત્યાં મોકલ્યા! તેઓ ફાવ્યા નહીં એટલે તેમણે બે ચાર પહેલવાન મને સ્વામીનું કાસળ કાઢવા મોકલ્યા. સ્વામીજીએ એકને એવો હડસેલ માર્યો કે બીજા બધા સ્તબ્ધ થઈ ગયા. સ્વામીજીએ કહ્યું: “શાસ્ત્રાર્થ કરે હોય તો તે માટે તૈયાર છું અને શસ્ત્રાર્થ કરે હેય તે તે માટે પણ હું તૈયાર છું.”
ત્યાંથી સ્વામીજી નામના વધારતા અનૂપ શહેરમાં આવ્યા. ત્યાં ભાગવત ચાલતું હતું. ભાગવતકાર જે રીતે ખોટો અર્થ કરતા હતા, તેને સ્વામીજીએ વિરોધ કર્યો અને સાચા અર્થ બતાવ્યો. એટલે એક ચીડાયેલા ભાઈએ કહ્યું : “ અહીં ભાગવતને વિરોધ કરશો તે ભિક્ષા મળવી પણ મુશ્કેલ થશે !”
સ્વામીજીએ કહ્યું : “ભાઈઓ મને એની ચિંતા નથી. તમે પણ ફિકર ન કરશે !”
એક બ્રાહ્મણે તેમને કાંટો કાઢવા માટેની યોજના ઘડી. તેમની પાસે જઈ બે ચાર મીઠી વાતો કરી, પ્રણામ કર્યા. પછી ઊઠતાં ઊઠતાં ઝેર ભેળવેલું પાન સ્વામીજીને ધર્યું. ગળામાં મૂકતાં તેમને જણાવ્યું કે પાનમાં ઝેર છે. તેમણે તરત જ ઘૂંકી નાખ્યું અને ગંગા કિનારે જઈ ઝેર ઓકી નાખ્યું. તે શહેરને તહેસીલદાર સૈયદ મહંમદ સ્વામીજીને ભક્ત હતો. તેને ખબર પડતાં જ તેણે પેલા બ્રાહ્મણને પકડીને જેલમાં નાખ્યો. - પછી તે સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીએ તેને કહ્યું : “સૈયદ ! હું તો બધાને બંધનમાંથી છોડાવવા આવ્યો છું, બાંધવા નહીં. ભંડે, ભૂંડાઈ ન મૂકે તે માટે ભલાઈ શા માટે છોડવી. તું હમણાં જ એને જેલમાંથી છોડી દે.” આ ઉદારતા જોઈ સૈયદ નમી પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com