________________
“આ પ્રાણ તમે કહે તે માટે છાવર કરૂં
ગુરુએ કહ્યું: “બેટા! ભારતમાં પાખંડ અને અનાચારના અખાડા જામ્યા છે, ધર્મના નામે ભોળી પ્રજા લૂંટાઈ રહી છે. અજ્ઞાન અને અંધ વિશ્વાસ તથા મતમતાંતર ને કુરૂઢિઓની જાળ ફેલાઈ છે. આ બધાની નાગચૂડમાંથી પ્રજાને છોડાવી વૈદિક ધર્મને અને ગ્રંથને પ્રચાર કરી જેથી સત્ય-જ્ઞાનની ધારા ગંગા-જમુનાની જેમ વહેતી રહે...! આ મારી ઈચ્છા છે! તેને તું પૂર્ણ કર. એજ મારી ગુરૂદક્ષિણા છે!”
દયાનંદે ગુરુના ચરણમાં પડીને કહ્યું: “આપની આજ્ઞામજિ આ જીવન પૂરૂં થશે આશિષ આપો કે એને લાયક બની શકે!”
- ગુરુની આશિષ લઈ તેમણે બતાવેલ માર્ગે દયાનંદે પગલા માંડ્યાં. તેમનામાં ધર્મ–સંશોધન કરવાની એટલી બધી તાલાવેલી હતી કે તેઓ જે સત્ય સમજતા તેને કહેવામાં પ્રખર પંડિત કે ચમરબંધીથી પણ અચકાતા નહીં.
એક વખત અજમેરમાં પાદરી રોબિન્સન ગ્રે શૂલ બ્રેડ સાથે સ્વામી દયાનંદજીને વાદવિવાદ થશે દયાનંદજીએ સ્પષ્ટ કહ્યું: “તમે ઈને ઈશ્વરપુત્ર માનીને ચાલે છે પછી હિંદુઓ પણ ઈશ્વરના જ સંતાને છે, તે તેમને શા માટે વટલાવે છે. એ ઠીક નથી!”
બધા પાદરીઓ તેમના તર્ક આગળ ચૂપ થઈ ગયા. પણ એક પાદરીએ રોષમાં આવીને કહ્યું : “ઇશુ અંગે આવી વાતો કરશે તે જેલ ભેગા થવું પડશે ! આ બ્રિટિશ રાજ્ય છે! ” - દયાનંદે હસતાં હસતાં કહ્યુંઃ “સત્ય કહેનારને જેલ ભેગે કરવાથી શું સત્ય ઢંકાઈ જશે? તમારા જેવાથી ડરીને સત્ય છેડી દઉં, એવો હું બીકણ નથી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com