________________
બ્રહ્મચર્ય પાલન કરવાની દીક્ષા લીધી; અને જેમને અભ્યાસ શરૂ કર્યો. તેમના બાપુ તેમને પીછો કરાવતા હતા. સિદ્ધપુરમાં પિલિસના હાથે પડ્યા. ત્રીજે દિવસે પિોલિસની આંખ પેરણું કે તેઓ નાશી છૂટવા. ત્યાંથી અમદાવાદ, વડોદરા થતાં નર્મદાના કાઠે આવ્યા. અહીં તેમણે પૂર્ણાનંદ સરસ્વતી પાસે સંન્યાસ લીધે. તેમનું નામ “દયાનંદ સરસ્વતી ” રાખવામાં આવ્યું. ત્યાર પછી અનેક સાધુ-સંન્યાસીઓનો તેમણે સમાગમ કર્યો. પણ સત્યની શોધની તાલાવેલી પૂરી ન થઈ. તેમના અંતરમાંથી અવાજ નીકળ્યો : “ અધૂરા જ્ઞાન સાથે દેહત્યાગ કરવો એ મહાપાપ છે. એટલે વધારે જ્ઞાન કરી સત્યની ઊંડાણથી શોધ કરવી જોઈએ !
તેઓ સીધા સ્વામી વિરાનંદજી પાસે મથુરા દેડી આવ્યા. દયાનંદની જ્ઞાન માટેની તાલાવેલી જોઈ વિરજાનંદજી બહુ રાજી થયા. તેમની પાસે શીખવા લાગ્યા. પણ વિરજાનંદજી એટલે કે જાણે દુર્વાસાને અવતાર. વાતવાતમાં તેમનું મગજ છટકે. દયાનંદ બધું સહન કરે. જે ભિક્ષા લઈ આવે તે ગુરૂજીને દેખાડે અને અભ્યાસ કરે
એકવાર ઘણું યાદ કરવા છતાં તેમને એક પાઠ યાદ ન થયો. ગુરને ચડ્યો ગુસ્સે અને તેમણે લાકડીને છુટો ઘા કર્યો. દયાનંદના હાથમાંથી લેહી નીકળી આવ્યું. તે છતાં તેમણે કહ્યું: “મારું શરીર તો કઠોર છે એટલે મને મારતાં આપના કોમળ હાથને કષ્ટ થતું હશે ?”
ગુરુ શિષ્યને વિનય જોઈને ગદ્ગદ થઈ ગયા. તેમણે દયાનંદને પૂરા પ્રેમથી અભ્યાસ કરાવ્યો. અભ્યાસ પૂરો થયા બાદ ગુરૂની વિદાય લેવા માટે ગયા અને કહ્યું: “આપ શુભાશિષ આપે. આ પડા લવિંગ છે. તેને ગુરુદક્ષિણ રૂપે સ્વીકારે!”
ગુરુની આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું: “મને તે એનાથી પણ વધારે ગુરુ-દક્ષિણ જોઈએ. બોલ આપીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com