________________
ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “જે ટોલ્સટોય રશ્કિન, ટાગોર, લિંકન વગેરેને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોમાં મૂકાય તે શું શ્રીમદ રાજચંદ્રને ન મૂકાય ! ગાંધીજી ઉપર તેમની અસર સહુથી વધુ હતી. તેમણે જ ગાંધીજીની શંકાનું નિવારણ કરતાં સમજાવ્યું હતું કે હિંદુધર્મમાં સેવા, પ્રેમ અને એકતા છે. તત્વજ્ઞાનમાં પણ તેમની અસર ગાંધીજી ઉપર સ્પષ્ટ દેખાય છે. “દેહ પણ પરદેશ છે” એવી તેમની માર્મિક સ્વદેશીની ચર્ચા આગવી શૈલીમાં છે. છેલ્લા સૈકામાં પ્રમાણિક જીવન જીવતે જ્ઞાનયોગી એમના જેવો બીજો કેણું હશે? ગૃહસ્થાશ્રમમાં રહીને વીતરાગતાને માર્ગે જવામાં એમને ફાળો અજોડ ગણાય છે.”
પૂ. દંડી સ્વામી : “મારા નમ્ર મતે રામાનુજના શિષ્ય રામાનંદસ્વામીને સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર માનવા જોઈએ. જેમણે બારે શિષ્યોને પછાત વર્ગમાંથી લઈને આગળ મૂક્યા – દાસ ચમાર, કબીર વણકર, નાભો ઢાઢે વગેરેને તેમણે જ્ઞાન આપી ગમે તે સાધુ થઈ શકે તે વાત આચરણમાં મૂકી અને નવો પંથ ખેલ્યો!”
શ્રી. ચંચળબહેન: “વામનને રાજ્યનું વર્ચસ્વ વધવા દેવું નહતું તેથી રાજાને બતાવી આપવા કે રાજા કરતાં લોકસંગઠન અને લેકસેવક સંગઠન વધારે મહત્વનું છે. તેણે બલિરાજા ઉપર ત્રીજું પગલું મૂક્યું !”
શ્રી, પંજાભાઈ : “સાંસ્કૃતિક ક્રાંતિકારોમાં મારો નમ્ર મત પ્રમાણે ગોસ્વામીજી તુલસીદાસને મૂકવા જોઈએ. ભારતમાં રાજાએ પરસ્પર લડતા હતા તેથી મોગલે આવ્યા. નારી પૂજાને સ્થાને એમનાં શીલ ભયસ્થાનમાં હતાં. લાલચ અને ભયથી ધર્મ અને શીલ જવા માંડ્યાં. બ્રાહ્મણો કર્મકાંડથી ઉપર નહોતા આવ્યા ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ રામાયણું આપીને સરળ ભાષામાં બધાને વહેવાર બતાવ્યો અને આજે પણ તે એક અદ્ભુત સાંસ્કૃતિક અને વહેવારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com