________________
ગ્રંથ મનાય છે. તેને પણ પ્રારંભમાં વિરોધજ થયેલ. તુલસીદાસને લેક મારવા પણ દોડ્યા હતા. તેમના ગ્રંથની પ્રતિને બાળી નાખવામાં યે આવેલી પણ ટોડરમલ પાસે બીજી પ્રત સાચવીને પડેલી હેવાથી તે સંસ્કૃતિને ગ્રંથ આજે હયાત છે.”
પૂ. મુનિશ્રી સંતબાલજી: “સર્વાગી ક્રાંતિકારે, પછી સર્વાગી કાંતિની દિશામાં જનારા અને સાંસ્કૃતિક ક્ષેત્રનાં ક્રાંતિકારોનાં જીવન હમણાં હમણું જોઈ ગયા છીએ. હજુ બીજા ઘણનાં સાંભળવાનાં છે. આપણે સર્વાગી ક્રિાંતિની દિશામાં જવાનું છે. એમાં નાના મોટા, નામી-અનામી સૌને ફાળો આપણે સ્વીકારીએ છીએ. નામમાં કઈ રહી જાય કે આડા અવળાં ખાનામાં મૂકાય તે તેને ક્ષમ્ય ગણજે. જેમ ભારતના રાજકીય ઈતિહાસમાં તે વખતના મહાપુરૂષોનાં નામ ગૌણ થયા અને દાદાભાઈ, તિલક, માલવીયા, ગાંધીજી, નેહરૂજી વગેરે નામે આગળ આવ્યાં. એનો અર્થ એ નથી કે કોઈનું મૂલ્ય એવું છે તેમ અહીં ગણવું જોઈએ. એટલું ખરું કે વિશ્વ ફલક ને સામે રાખ્યા વગરના ક્રાંતિકારે સાંસ્કૃતિક ક્રાંતિકારી નથી. દરેક ક્રાંતિકાર માટે પૂર્વોક્ત ત્રણ શરતો તે આવશ્યક છે જ.
પૌરાણિક અવતારને તો ક્રાંતિનાં અંગમાં લઈ જઈએ જ છીએ; પણું વીસ અવતારો ઈલામ, ખ્રિસ્ત, જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મને માન્ય છે એટલે એમાં બધું આવી જાય છે. તે છતાં આદિ મનુ અને ઋષભનાથ વ.ને તથા રામ અને કૃષ્ણ ને સર્વાંગી ક્રાંતિકારમાં લીધા છે. એવી જ રીતે બુદ્ધ અને મહાવીર એ ઇતિહાસિક પુરૂષ હેઈ તેમને લીધા છે. ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ ધર્મ અને જરથોસ્તી ધર્મના સ્થાપકને સર્વાગી કંતિની દિશામાં જનાર તરીકે લીધા છે. રામાનંદ સાધુ, જગદગુરુ શંકરાચાર્યની પરંપરામાં આવી ગયા ગણાય. તુલસીદાસજી ભક્તિ યુગના સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારમાં તેમજ શ્રીમદ રાજચંદ્ર ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકાર તરીકે ગણાશે.”
(૨૮-૮-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com