________________
૧૮૮
ખ્રિસ્તી સંપદાયમાં એવા લોકો પાડ્યા છે કે જેમણે પવિત્રતા સાધી છે; અગર તે વિશ્વમાં લડાઇઓ બંધ થાય કે, ઝઘડાઓ સમજૂતી-શાંતિથી પતે એમાં વિશ્વાસ રાખનારા છે. એક બાજુ માનવા વિષે આટલા ઊંડાણથી વિચારનાર ધમેં પશુ-હિંસા-નિવારણ માટે ન વિચાર્યું હોય એમ માનવામાં આવતું નથી.
Thou shalt not kill
–“તારે કોઈને મારવું નહીં ” એ નિષેધાત્મક વાકય અને દરેકની સાથે પ્રેમ રાખવો એ વિધેયાત્મક વાક્ય બને ખ્રિસ્તી ધર્મની અહિંસા સૂચવે છે. ઘણું માંસાહારીઓ માંસાહારની તરફેણમાં કઈક જૂના કાળનું એક વાક્ય રજૂ કરે છે – Cow has no soul “ગાયમાં આત્મા નથી.” પણ ત્યાર પછી ઘણું સંશોધન થયાં છે અને આજે જીવશાસ્ત્રીઓ પશુ-પંખી નહીં, વનસ્પતિ અને પાણી તેમજ વાતાવરણમાં જીવ અને જીવકણને માને છે. એટલે ખ્રિસ્તી ધર્મના અહિંસામાં માનનારા નિર્માસાહારી પરિબળો સાથે પણ અનુસંધાન કરવું પડશે! ઇસ્લામ અને અહિંસા :
આમ તે ઇસ્લામ શાંતિવાદી છે. પણ શરૂઆતથી જે વાતાવરણમાં તેનું ઘડતર થયું ત્યારે પશુવધ–માંસાહારનો ત્યાગની ભૂમિકા બહુ ઓછી ઊભી થઈ છે. તે છતાં પણ થોડેક ઊંડો વિચાર કરતાં નીચેની બાબતે ઉપરથી તેનું વલણ અહિંસા-વનસ્પતિ–આહાર તરફ થઈ શકે છે, તે જાણી શકાશે –
એક ઠેકાણે વિધાન છે કે “તારા પેટને પશુ-પંખીની કબર ન બનાવીશ!” આને અર્થ સ્પષ્ટ જ છે.
બીજે સ્થળે વિધાન છે કે “ગર્ભિણી ઘટીને કદિ મારજે નહીં” “એક જીવની જરૂર હોય તો એની નાહક હત્યા ન કરવી” એ વાત આમાં સ્પષ્ટ તરી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com