________________
૧૮૯
હજનતીર્થયાત્રા) વખતે યાત્રાસ્થળે (મકકા અને કાબામાં) કોઈપણ પશુને વધ ન કરવાની વાત કરી છે. તેમજ રમઝાનના દિવસોમાં રાજા વખતે સંયમ અને પવિત્રતાની સાથે પશુવધ ન કરવાનું ફરમાન છે.
માંસાહાર–ત્યાગ કે પશુવધ નિષેધ ઉપર જેટલું ધ્યાન ખ્રિસ્તી ધર્મમાં અપાયું છે તેટલું ઇસ્લામમાં નથી અપાયું. તેથી જ શાકાહારી પરિષદ, કવેકર્સ સંઘ વગેરે ઇસાઈ સંપ્રદાયમાંથી મળ્યા પણ ઇસ્લામમાં એવી ભાગ્યે જ કોઈ સંસ્થા છે. તે છતાં ગાંધીવાદની અસર નીચે આવેલા ગુલામરસુલ કુરેશીભાઈ, તૈયબઅલી જેવાં રત્નો વ્યકિતગત રીતે મળી આવી શકે છે. એવાં પરિબળોના બળને વધારવા માટે પ્રયત્ન થાય, તે ઘણું કામ થાય. કોંગ્રેસ : નહેર અને અહિંસા
અહિંસાના પરિબળો તરીકે કોંગ્રેસને પણ સમાવેશ કરી શકાય છે. તેને પાયો, પ્રેરકબળ અને ઘડતર એ દિશામાં થયેલાં છે. કોંગ્રેસનું ઘડતર ગાંધીજીએ અહિંસાની દિશામાં કર્યું હતું. તેમણે એ અંગે કદિ પણ હિંસક તત્વોના હાથમાં ન રમી જવાની તકેદારી રાખી હતી.
એટલે જ બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે સંસ્થાનવાદની નીતિને ગૌણ ગણીને મિત્રરાજ્યને ટેકે આપવાની વાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે જેની સામે અહિંસક લડત છે, તેવા દુશ્મનના દુશમનને ટો આપવો એ હીન નીતિ છે. તે વખતે જર્મની અને જાપાન દુશ્મન રાખો હતાં. જે તેમને ટેકો આપવા જઈએ તો નાઝીવાહી કે સરમુખત્યારશાહીને ટેકો આપવા જેવું હતું.
સુભાસ બેઝે કહ્યું: “અત્યારે સારી તક છે. જે બ્રિટિશનું નાક બંધ કરીશું તો મોઢું ખોલશે.”
પણ ગાંધીજીએ સ્પષ્ટ “ના” કહી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com