________________
૧૮૭
ખ્રિસ્તી ધર્મનો પ્રેમ અને અહિંસા :
શું ખ્રિસ્તી ધર્મ સતત હિંસા કે માંસાહારમાં માને છે કે એને અહિંસા તરફ વાળી ન શકાય? આના જવાબમાં હું બે વાત રજૂ કરીશ. એક તો એ કે વનસ્પતિ અહાર સંઘને જન્મ જોવા જઈએ તે પરદેશમાંથી જ થયા છે. તે ઉપરાંત વિજ્ઞાન પણ એવા સિદ્ધાંત ઉપર આવી રહ્યું છે કે માંસાહાર કરતાં વનસ્પતિ આહાર માનવ શરીરને વધારે અનુકૂળ છે. તે ઉપરાંત “પ્રાણુઓ પ્રતિ ફરતા અટકાવો” એમાં માનનારા સંધ પણ સર્વપ્રથમ ત્યાંથી થયો છે. એ ઉપરથી આશા કરી શકાય કે ખ્રિસ્તીધર્મ જરૂર શાકાહાર તરફ વળી શકશે.
જિસ ક્રાઈસ્ટ તે જમાનામાં પ્રેમની વાત કરી; “તારા ડાબા ગાલ ઉપર તમાચો મારે તે જમણે ગાલ ધરજે!” એજ સંપ્રદાયમાં ધર્મસંસ્થા દ્વારા યુદ્ધની વાત કરવામાં આવી. તેને વિરોધ કેટલાક ઈસાઈ સંતોએ કર્યો. પણ તેમણે જે કર્યું તે લોકસંસ્થાના અનુબંધ વગર એટલે તેમને અવાજ વ્યાપક ન બન્યો. ઈસાઈ ધર્મમાં કેકર્સ સંપ્રદાય નીકળ્યો કે જે ગમે તેવા કષ્ટો કે આફત સહીને લડાઈમાં દાખલ થવાનો વિરોધ કર્યો. એમાં પહેલાં કેટલાંક સેનાપતિ હતા. તેમના મનમાં એ વિચાર સફર્યો કે “આપણે આ માનવહિંસાના કાર્યમાં પડવું નથી!” તેમણે પદ-પ્રતિષ્ઠાને ત્યાગ કર્યો. આવા ઘણા ખ્રિસ્તી ધર્મના માણસે મળી શકે છે. સંપ્રદાય જીવન શુદ્ધિ ઉપર ભાર મૂકે છે તેમજ તેને કોઈપણ પ્રકારનો રાજકીય પક્ષને લગવાડ નથી. એટલે તેની સાથે અનુબંધ જેડ જોઈએ.
ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે બે કારણોથી આકર્ષણ થયું હતું. એક તે રક્તપિતીયાની સેવા દ્વારા એકાત્મ ભાવ કેળવવાની વાત; બીજું, મારનાર પ્રત્યે પ્રેમ અને ક્ષમા. એમાંથી એમને પ્રેમ, સેવા ને સત્યાગ્રહ એ ત્રણ સિહોતો લાળ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com