________________
૧૫૬
યેલી છે. રાગદ્વેષ! એટલે ફતેહ મળે તે અભિમાન થાય અને નિષ્ફળતા મળે તે નિરાશા થાય. હાર થાય તે લોકો ટોણું–મેણું મારે. એટલે સંસ્થા દ્વારા થશે તો અભિમાન નહીં વધે અને રાગદ્વેષ કાઢવામાં સરળતા રહેશે. સાથે મોટો લાભ એ થશે કે તે પ્રયોગ વ્યાપક બનશે.
પણ તે સંસ્થા એવી હોવી જોઈએ, જેનું અનુસંધાન અન્ય સુસંસ્થાઓ સાથે હોય; તે વ્યાપક હેય, તે ઘડાયેલી હોય, તેનું પ્રેરક તવ નૈતિક હેવું જોઈએ. નહીંતર, કંઈક જુદું જ બફાઈ જશે. એટલે ઘડાયેલી સંસ્થાના સંચાલન તળે શુદ્ધિપ્રયોગ થવો જોઈએ. જ્યાં આવી સંસ્થા ન હોય ત્યાં પ્રતિકાર તો કર જ રહ્યો. પણ જે એવી કઈ સંસ્થા હોય તે તેનું સંધાન રાખવું સારું છે.
ગાંધીજીના વ્યક્તિ તરીકેના પ્રયોગ સફળ ગયા. તેનું કારણ તેમની પાછળ સંસ્થા હતી. જે પાછળ સંસ્થા ન હોય તો કઈ કામ ન થઈ શકે. શુધ્ધિપ્રયોગમાં બેસનારનાં ગુણે :
હવે શુદ્ધિપ્રયોગમાં ભાગ લેનારમાં શું ગુણે હોવા જોઈએ તે અંગે પાકી કસોટી થવી જોઈએ. તે માટે તેમાં નીચેના ગુણો હોવા જોઈએ –
(૧) તેનામાં અંગત રાગદ્વેષ ન હોવો જોઈએ. આ પ્રશ્ન પૂરતો તેનામાં સ્વાર્થ ન હોવો જોઈએ કે પૂર્વગ્રહ ન હોવો જોઈએ.
(૨) વ્યક્તિ તરીકે કેવળ નહીં પણ સંસ્થા તરીકે પણ તેનામાં અંગત રાગદ્વેષ ન હોવા જોઈએ.
(૩) શુદ્ધિપ્રયોગમાં બેસનાર વ્યકિત તટસ્થ હેવી જોઈએ. જેને અન્યાય થયો હોય તે એમાં ભાગ ન લઈ શકે.
(૪) આ પ્રયોગ સાથે દેશ અને દુનિયાનું સંધાન (અનુબંધ) રહેવું જોઈએ. દેશ તરીકે કેગ્રેિસ સંસ્થાને તેમજ વિશ્વ તરીકે યુનેને
આપણે સાથે રાખીએ છીએ. ચીની-સામ્યવાદ સાથે જેમ ન ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com