________________
૧૫૫
(૩) જઠા આક્ષેપઃ શુદ્ધિપ્રયોગ ચાલતો હોય ત્યારે પ્રકારે ઉપર જાત જાતના ખેટા આક્ષેપ કરવામાં આવે.
(૪) જાસા ચિઠ્ઠીઓ : તેમના નામે જાસા ચિઠ્ઠીઓ મોકલવામાં આવે કે બધું મૂકીને ચાલતો થા. નહીંતર તારી ખેર નથી! વગેરે. . (૫) ત્રાસદાયક પગલાં : આ છતાં પણ શુદ્ધિપયોગમાં બેઠેલા ભાઈએ મજબૂત હોય તે જુથનાં જુથ ભેગાં થઈ તેને વિરોધ કરે! તેમની પ્રભાતફેરી નીકળે-તેમની સામે વિરોધીઓ સેંકડોની સંખ્યામાં ઢોલ–નગારાં સાથે નીકળે – કીકીયારીઓ પાડે– ઉપવાસીઓને અશાંતિ થાય, એવી રીતને શેરગુલ–નગારાં વાદન બધુંયે કરે! તેમની પ્રાર્થનાધૂન ન થવા દે. આ બધું વિરોધ પક્ષ કરે! શુ.પ્રગની છાવણી માટે મકાન કે સ્થાન ન આપે. અન્યાયપીડિતેને ધમકીઓ બતાવે. સાળંગપુરમાં વિરોધને વિચિત્ર તાલ જોયો હતો. અમદાવાદમાં તો. તોફાનીઓએ કપડાં ફાડીને માર પણ માર્યો હતો. અંતે ભૂલ સ્વીકાર અને પશ્ચાત્તાપ :
આ બધી પ્રતિક્રિયાઓ ક્યા પછી પણ શુદ્ધિપ્રયોગકાર ન ડગે ત્યારે ગામમાં–લેકામાં જાગૃતિ આવે અને પિતાની ભૂલને સ્વીકાર વિરોધી પક્ષે છેવટે કરવો પડે. આટલી બધી પ્રતિક્રિયાઓ વિરોધી બળોએ કરી હોય એટલે મનમાં ડંખ રહે તે સ્વાભાવિક છે. એટલે શુદ્ધિપ્રયોગમાં જે હારે તેની સાથે બધા મળે અને ડ ખ કે રોષ ન રહે તેવું મિલન ગોઠવે . ત્યાં સહુનાં ગળ્યાં મોઢાં થાય અને સૌ આનંદથી છૂટા થાય ! ભૂલને
સ્વીકાર ન થયો હોય ત્યાંસુધી તેની સામે અસહકાર હેય પણ ભૂલને સ્વીકાર થયો કે મિલન ચાલુ થઈ જાય.
આમ શુદ્ધિપયોગમાં બીજાની શુદ્ધિ સાથે પોતાની પણ શુદ્ધિ રહેલી છે. શુધ્ધિપ્રયાગ સંસ્થાના અનુસંધાને શા માટે?
શુદ્ધિપ્રયાગ સંસ્થા દ્વારા શા માટે? એવો પ્રશ્ન થાય છે. તો તેને જવાબ એ છે કે વ્યક્તિ એક જ છે. તેની સાથે બે વાતો જેડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com