________________
ગાંધીયુગ સુધી વિકસાવ્યા છે. એ રીતે કે શીલના પાયામાં ત્રણ બાબતને સમાવેશ કરવામાં આવે છે -(૧) બ્રહ્મચર્ય, (૨) સમાજને વ્યાપક સદાચાર, (૩) સમાજમાં નારીને શીલ-સુરક્ષાની ખાતરી. આ ત્રણ બાબતના ખ્યાલથી આ દેશની સંસ્કૃતિનું આ અંગ ખેડાયેલું છે.
હવે આપણે ત્રણે અંગને અલગ અલગ લઈને વિચારણું કરીએ –
(૧) બ્રહ્મચર્ય : આ શીલનું પહેલું અંગ છે. દરેક નારીમાં એ બાબતનું મહત્વ રહેવું જોઈએ કે ભલે પિતાને પ્રાણ જાય પણ બ્રહ્મચર્ય તે તેનું ખંડિત ન જ થવું જોઈએ. પરિણિત સ્ત્રીઓ માટે પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષનું સાહચર્ય ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. ભારતના ઈતિહાસમાં એવા અનેક દાખલાઓ છે. જોહર કરીને ભડભડતી ચિતામાં કુદી પડનાર રાજપૂત લલનાઓ આના ભવ્ય પ્રસંગો ઊભા કરે છે. એટલું જ નહીં ભારતીય નારીના એ ગૌરવને નાદિરશાહ જેવા લૂંટારૂ બાદશાહે પણ સન્માનેલ છે.
જ્યારે લૂંટ મચાવી તે મહેલમાં જાય છે ત્યારે હુકમ કરે છે કે જાવ. બધી બેગમ અને શાહજાદીઓને શણગાર સજી મારી સામે નાચવાનું કહે !”
નાદિરશાહનું નામ અને પ્રાણને ભય... બધી બેગમો શણગાર સજી નાચવા માટે હાજર થાય છે. બેગમોને નાચવાનું કહી નાદિરશાહ કટાર ખુલ્લી મૂકી સૂઈ જાય છે. થોડીવાર પછી તે જાગે છે. વળી બેગમે નાચવું શરૂ કરે છે. તે વખતે નાદિરશાહ તેમને કહે છે : “મેં સાંભળેલું કે હિંદી નારીને પિતાના શીલ માટે મગરૂબી હોય છે. તમારામાંથી કોઈએ પણ વિદ્રોહ કર્યો હોત કે મારી અહીં પડેલી ખુલ્લી કટારને અડીને મને મારવા પ્રયત્ન કર્યો હોત તો રાજી થાત ! પણ તૈમુર ખાનદાનની અને હિંદની કોઈ પણ ખાનદાની સ્ત્રીને તેમ કરવાનું ન સૂઝયું એટલે મને તો લાગે છે કે આ ખાનદાનનો સિતારે તૂટવાને છે ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com