________________
૮૩
એમ કહી તે બધાને ત્યાંથી રવાના કરે છે. નારીએ પિતાના શીલને બ્રહ્મચર્ય વડે દીપાવવું જોઈએ તે જ તે પ્રકાશિત બને છે.
(૨) સમાજને વ્યાપક સદાચાર: જે દેશમાં ચારિત્રનું ધારણ ઉચું હોય; તે દેશ અને સમાજ હંમેશા ઉપર આવે છે. ભારતમાં આને પ્રારંભથી જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં નારીને મા-બહેન રૂપે ગણવામાં આવી છે અને તેને પૂજનીય ગણવામાં આવી છે. ગયા વખતે આપણે શિવાજીને અને દુર્ગાદાસને દાખલ જોઈ ગયા હતા. ગમે તેવી રૂપાળી સ્ત્રીઓ ઉપર વિકારની દૃષ્ટિ ન થવી, એજ આ પાયાને સિધ્ધાંત છે. આજે પણ ઘણું સ્થળે જોવા મળે છે કે બહેને નિર્લજજ પુરૂષોને એજ રીતે ફટકારે છે ” શું તમારી મા બહેને નથી!”
ભારતના સામાજિક સદાચાર અંગે આ દેહામાં ઘણું સુંદર કહ્યું છે :
समद्रष्टि अरु तृष्णा त्यागी, पर स्त्री जिसको मात रे कभी मुखसे जूठ न बोले, पर धन धूल लखात रे.
–પારકી સ્ત્રીને મા સમાન ગણવી અને પારકા ધનને માટી સમાન લેખવું એ ભારતને જને વારસાગત સંસ્કાર છે. | (૩) સમાજમાં નારી શીલરક્ષાની ખાતરી : જ્યારે સ્ત્રી અને પુરૂષોમાં સહેજે બ્રહ્મચર્ય તરફ વલણ હોય અને સમાજમાં વ્યાપક સદાચાર આવે તો સહેજે નારીમાં શીલરક્ષણની ખાતરી આવી જાય છે. સમાજમાં જેમ સારું છે તેમ નરસું પણ તત્વ હોય છે, પણ જોવાનું એ છે કે એમાં ખેડાણ કેવું થયું છે? ભારતનો ઇતિહાસ સમાજમાં નારીની શીલ રક્ષાની ખાતરીથી ભરેલો પડ્યો છે. એના અનેક પ્રસંગ છે.
ભારતીય સંસ્કૃતિમાં શીલનું જે મહત્વનું સ્થાન છે અને તેના જે પ્રેરક પ્રસંગ છે તે યુગ પ્રમાણે જોઈ જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com