________________
સુચના અને મયુગ:
સુચના આ તત્વ અંગેનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. તે રાવણના પુત્ર મેઘનાદની પત્ની હતી. મેઘનાદ જ્યારે લડાઈમાં જાય છે ત્યારે તેણે પતિને કહ્યું: “તમને કંઈક થાય તો તેની ખબર મને, મળવી જોઈએ!”
પણ, તેને કોઈ સમાચાર મળતાં નથી તેના કાને એવી વાત આવે છે કે તેને પતિ મરાયો છે. એટલે તે સાસુને જઈને કહે છે: મારા પતિને શોધવા જાઉં !”
સુલોચના સતી હતી તેમ મંદોદરી પણ સતી હતી. અસુર શકિતશાળી હતા છતાં શકિત ખોટા માર્ગે વાપરે એવા કુળમાં જન્મ્યા છતાં બન્નેના સંસ્કારે ઉચ્ચ હતા. પતિ તરફ વફાદારી, બ્રહ્મચર્ય ખંડિત ન થાય અને બીજા પુરૂષોને પણ ભાઈ-બાપ જેવો વિશ્વાસ એ ત્રણે દષ્ટિએ સ્ત્રી સતી થાય છે.
સુચના સાસુને પૂછે છે કે “હું પતિ પાસે જાઉં તો ખરી ? પણ કોઈ મારી સામે કુદ્રષ્ટિ તે નહીં કરે ને ?”
કારણ કે, યુદ્ધ ચાલતું હતું અને વખતે સૈનિકો મગજ ગુમાવી બેસે તે? દારૂને નશે અને વિકારને નશે બને માણસમાં ગાંડપણ આણે છે. સોજરે જ્યાં જ્યાં જાય છે ત્યાં આસપાસની સ્ત્રીઓને બીક લાગે છે એ સ્થિતિ આજે પણ ગઈ નથી. એ લોકો દારૂને નશો કરતા હોય છે. ન કરે તે માંસાહાર પણ કરે અને અંતે વ્યભિચાર તરફ વળે. અમૂક પવિત્ર સૈનિકો હશે પણ વધારે પડતા બીજી પ્રકૃતિના લોકો છે. દારૂ, માંસાહાર અને વ્યભિચાર એ માનવજાતિ માટે અભિશા૫ રૂપે છે અને એ જ્યારે દૂર થશે ત્યારે સંસ્કૃતિ ખરા અર્થમાં ખીલી ઊઠશે.
એટલે જ્યારે સૈનિક-યુદ્ધ પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે એક સતી સ્ત્રી ઉપર મુજબને પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. ત્યારે મંદોદરી
કહે છે: “તારે ફિકર કરવાની જરૂર નથી તારી રક્ષા થશે; કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com